રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સંસદ ભવનના ગેટ પર પ્રદર્શનનો પ્રતિબંધ મૂકતા સ્પીકર બિરલા

11:48 AM Dec 20, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક નિર્દેશ આપતા કહ્યું કે કોઈપણ પક્ષના સાંસદોને સંસદ ભવનનાં કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં ન આવે. સંસદ ભવનના મકર ગેટ પર આજે સવારે સત્તારૂૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (ગઉઅ) અને વિપક્ષી સાંસદો વચ્ચે થયેલી અંધાધૂંધી અને હંગામા બાદ આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને સંસદના પ્રવેશદ્વારને અવરોધવા અથવા ત્યાં વિરોધ ન કરવા સૂચના આપી છે.

Advertisement

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બીઆર આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને આજે સંસદ ભવન સંકુલમાં કોંગ્રેસના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળા વચ્ચે શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર શારીરિક બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. મારામારીમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા.

દિલ્હી પોલીસે રાહુલ વિરુદ્ધ કલમ 117 (ઈરાદાપૂર્વક ગંભીર ઈજા પહોંચાડવી), 115 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), 125 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી), 131 (ગુનાહિત બળનો ઉપયોગ), 351 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 3(5) અને ધાકધમકી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશીએ રાહુલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.

સંસદ ભવનના પટાંગણમાં ભાજપના સભ્યો સાથે ધક્કામુક્કી પછી, જ્યારે કોંગ્રેસના સાંસદો સ્પીકરના પોડિયમ પર પહોંચ્યા ત્યારે લોકસભાની અંદર પણ અભદ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. નવા સંસદ ભવનમાં આ પ્રથમ વખત હતો જ્યારે સભ્યો સ્પીકરની બેઠક સુધી પહોંચી ગયા હોય.

 

Tags :
indiaindia newsOm BirlaParliamentParliament gateSpeaker Birla
Advertisement
Next Article
Advertisement