ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઝારખંડમાં સ્પેનની મહિલા પર સામૂહિક દુષ્કર્મ, મારપીટ

05:07 PM Mar 02, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દુમકામાં સ્પેનની એક મહિલા પ્રવાસી પર 7-8 યુવકોએ ગેંગરેપ કર્યો છે.અને તેને માર પણ માર્યો હતો. પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના આરોપીઓને પકડવા પોલીસે દરોડા પાડી રહ્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ, સ્પેનથી એક મહિલા અને એક પુરુષ પ્રવાસી બે અલગ-અલગ બાઇક પર આવ્યા હતા. મોડી સાંજ હોવાથી બંને હંસદીહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરમહાટ પાસે આરામ માટે રોકાયા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે લગભગ 10 વાગે 7 થી 8 ની સંખ્યામાં યુવકો ત્યાં પહોંચ્યા અને પહેલા તેમની સાથે મારપીટ કરી અને પછી મહિલા સાથે બળાત્કાર પણ કર્યો. આ ઘટનામાં બંને ઘાયલ થયા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને સરૈયાહાટ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી, જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે.

Tags :
indiaindia newsJharkhandJharkhand newsSpanish woman
Advertisement
Advertisement