ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રામાયણ સીરિયલની ‘સીતા’ દીપિકા લોકસભા લડશે?

01:34 PM Feb 06, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

1991માં વડોદરાથી સાંસદ તરીકે વિજેતા થયા હતા

Advertisement

ગુજરાત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂૂપે થોડા દિવસ પહેલા જ તમામ 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય ખોલી દેવામાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે, રામાયણ સિરિયલના સીતાજી ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે. ભાજપ દીપિકા ચીખલિયાને ચૂંટણી લડાવાની તૈયારી કરી રહ્યું છે. ગુજરાતી મૂળના હોવાથી સેલિબ્રિટી ક્વોટામાં દીપિકા ચીખલિયાની પસંદગી કરવામાં આવી શકે છે. દેશભરમાં હાલ રામમંદિર બનવા બદલ આનંદનો માહોલ છે અને માહોલનો વધુ લાભ મેળવવા દીપિકા ચીખલિયાને ભાજપ ચૂંટણી જંગમાં ઉતારવા માગે છે. શિક્ષિત યુવા તરીકે ભાજપ દીપિકા ચીખલિયાની પસંદગી કરી શકે છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ચીખલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજનીતિમાં પણ કામ કર્યુ છે. રામાયણ સીરિયલ બાદ તરત તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે તે સમયે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે રાજકીય કરિયર આગળ વધારી નહોતી.

Tags :
Deepikaindiaindia news
Advertisement
Advertisement