કોલકાતામાં મેસ્સીના ચાહકોએ મચાવ્યો હોબાળો: મેસી રમતો જોવા ન મળતાં સ્ટેડિયમમાં તોડફોડ
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. તેમનો પ્રવાસ કોલકાતાથી શરૂ થયો હતો. મેસ્સી યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના બ્રાન્ડ એમ્બેસેડર છે, અને "GOAT ઇન્ડિયા" પ્રવાસમાં ભાગ લઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમની પણ મુલાકાત લીધી, જ્યાં ચાહકો સવારથી સુપરસ્ટારની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સ્ટેડિયમમાં મેસી થોડી જ વાર માટે રોકાતા ચાહકો ગુસ્સેથી ભરાયાં હતાં અને મામલો બીચક્યો હતો. જેના બાદ લોકોની ભીડે તોડફોડ મચાવવા અને ગમે તે વસ્તુઓ ફેંકવાની શરૂઆત કરી હતી.
જોકે કોલકાતા સ્ટેડિયમમાં ત્યારે ફેન્સ ગુસ્સે ભરાયા જ્યારે તેમને લિયોનલ મેસી રમતો જોવા ન મળ્યો. ગુસ્સે ભરાયેલા ચાહકોને તોડફોડ મચાવી દીધી હતી અને સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને હુરિયો બોલાવ્યો હતો અને ઈવેન્ટ આયોજકો પર ચાહકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો.
https://x.com/ANI/status/1999732087818215755?s=20
અહેવાલો અનુસાર, સ્ટેડિયમમાં પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ, જેના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. મેસ્સીએ અન્ય VIP સાથે સ્ટેડિયમ છોડવાનો નિર્ણય લીધો. અહેવાલો સૂચવે છે કે તે 10 મિનિટથી ઓછા સમય માટે અંદર રહ્યો. આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીને જોવા માટે કલાકો સુધી રાહ જોનારા ઘણા ચાહકો એક ઝલક પણ ન જોઈને નિરાશ થયા, કારણ કે તેઓએ હાજરી આપવા માટે 2,000 થી 10,000 રૂપિયા ખર્ચ્યા હતા, જેના કારણે વધુ અરાજકતા ફેલાઈ ગઈ.
કોલકાતામાં લિયોનેલ મેસીની મુલાકાત દરમિયાન અનેક હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેસી તેમના નામ પરથી બનેલી 70 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે. સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે તેઓ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળશે. આ ઉફરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવી શકે છે.