સિંગર લકી અલી પિતાના નકશે કદમ પર, ચોથા મેરેજ કરશે
ગુજરાતીમાં કહેવત છે કે બાપ એવા બેટા અને વડ તેવા ટેટા. સિંગર એક્ટર લકી અલી માટે આ કહેવત સાચી પડી છે. લકીના ડેડી જાણીતા કોમેડિયન મહેમૂદ 3 વાર પરણ્યા હતા. લકી પણ પિતાના નકશે કદમ પર ચાલી ત્રણ વાર મેરેજ કરી ચુક્યો છે. છેલ્લે એણે 2017મા પોતાની ત્રીજી વાઈફ મોડેલ કેટ એલિઝાબેથને ડિવોર્સ આપ્યા હતા. હવે ડેડીનો રેકોર્ડ તોડી ચોથીવાર પરણવા તૈયાર થયો છે.
હમણાં લકી અલીને દિલ્હીમાં યોજાયેલા 18મા કથાકાર ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં એના નેક્સ્ટ ડ્રીમ વિશે પૂછાતા એણે પળના પણ વિલંબ વિના કહી દીધું, મેં શાદી કરુંગા , ફિર સે અલી જે ત્વરાથી આ ઘોષણા કરી એના પરથી એવું લાગે છે કે 66 વરસના આ મુરતિયાએ પોતાના માટે ક્ધયા ગોતી રાખી છે.લકીને પૂછાયું કે તમે તાજેતરમાં એવું કયું સોંગ સાંભળ્યું છે જે તમને ગાવાનું ગમ્યું હોત? લકી કહે છે, પતમે બધા કદાચ એ વાત નહિ માનો પણ હું હકીકતમાં મ્યુઝિક સાંભળતો જ નથી. એ મારી પોતાની ચોઈસ છે.હા, ક્યારેક કોઈ આર્ટિસ્ટનું એકાદુ ગીત સાંભળી લઉ, બસ એટલું જ.
સિગિંગ ઉપરાંત લકી એ થોડો વખત એક્ટિંગ પણ કરી હતી. એ વિશે વાત કરતા ગાયક કહે છે મારા ફાધર એવું ઈચ્છતા હતા કે હું પણ એમની જેમ એક્ટર બનું. પરંતુ સમય જતા એની અપેક્ષા બદલાઈ ગઈ હતી. મને મ્યુઝિકમાં નામ કાઢતો જોઈ ડેડી ખુશ થઈ ગયા.
ઈન ફેક્ટ, તેઓ મારા રોલ મોડેલ હતા અને હું એમના જેવો જ બનવા માગતો હતો. ફાની દુનિયા છોડી ગયા પહેલા એમણે મને આધ્યાત્મિક બનાવી દીધો હતો. એટલે જ પછીથી હું આખી દુનિયા ફર્યો .