ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાયિકા, અભિનેત્રી મલ્લિકા રાજપૂતનો ફાંસો ખાઇ આપઘાત

12:49 PM Feb 14, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ઘર કંકાસથી કંટાળી પગલું ભર્યાની શંકા

Advertisement

મ્યુઝિક ઈન્ડસ્ટ્રી તરફથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂત યુપીના સુલતાનપુરમાં તેના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. મલ્લિકા રાજપૂતની લાશ 13 ફેબ્રુઆરીએ તેના રૂૂમના સીલિંગ ફેન પર લટકતી મળી આવી હતી. મલ્લિકા રાજપૂત ઘર કંકાસથી કંટાળી જતાં અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

35 વર્ષીય મલ્લિકા રાજપૂત ગાયિકાની સાથે સાથે અભિનેત્રી પણ હતી. તેણે 2014માં કંગના રનૌતની ફિલ્મ રિવોલ્વર રાનીમાં કામ કર્યું હતું. આ ક્રાઇમ કોમેડી ફિલ્મમાં મલ્લિકાએ સહાયક ભૂમિકા ભજવી હતી. પોતાની ફિલ્મ અને રાજકીય કારકિર્દીની ફ્લોપ નીવડયા બાદ મલ્લિકા રાજપૂત આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી હતી. 2022માં તેઓ ઉત્તર પ્રદેશના ભારતીય સવર્ણ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. મલ્લિકા એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના પણ હતી. પાછળથી તેમણે પોતાની મેળે ગઝલો લખવાનું પણ શરૂૂ કર્યું, જે તેઓ વિવિધ કવિતા પરિષદોમાં રજૂ કરતા હતા.મલ્લિકાએ ચાર વર્ષ પહેલા પ્રદીપ શિંદે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નજીવનમાં કડવાશ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

Tags :
indiaindia newsMallika RajputMallika Rajput deathsuicide
Advertisement
Advertisement