For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી, પંજાબ-યુપીમાં શીતલહેર, આઠ રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ

11:24 AM Feb 07, 2024 IST | Bhumika
દિલ્હી  પંજાબ યુપીમાં શીતલહેર  આઠ રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી-બિહાર સહિત અનેક રાજ્યોમાં શીત લહેર યથાવત રહેશે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, વરસાદથી થોડી રાહત બાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં ફરીથી કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે.

Advertisement

હવામાન વિભાગે આજે (7 ફેબ્રુઆરી) અરુણાચલ પ્રદેશમાં મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા અંગે ચેતવણી જાહેર કરી છે. આ સિવાય સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડીએ પણ કહ્યું છે કે આજે ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદની સંભાવના છે. હવામાન એજન્સીએ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં પણ વાવાઝોડાની આગાહી કરી છે. આઈએમડી અનુસાર, દ્વીપકલ્પના ભારત પરની ટ્રફના પ્રભાવ હેઠળ, 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં વરસાદ(છફશક્ષરફહહ)ની ગતિવિધિ સંભવ છે.
આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 15થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આજે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવ (ઈજ્ઞહમ ઠફદય)ની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

આગામી બે દિવસ સુધી દિલ્હીમાં દિવસ દરમિયાન 20થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવન ફૂંકાય તેવી શક્યતા છે. આઈએમડી એ આગાહી કરી છે કે દિલ્હીમાં સવારે મુખ્યત્વે સ્વચ્છ આકાશ અને ધુમ્મસ છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement