દિલ્હી કેપિટલ્સને ઝટકો, ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક IPLમાંથી બહાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ 22મી માર્ચથી શરૂૂ થઈ રહી છે. પરંતુ આ પહેલા ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 4 કરોડ રૂૂપિયાનો જંગી ખર્ચ કરીને દિલ્હી કેપિટલ્સમાં સામેલ કરવામાં આવેલ ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. હેરી બ્રુકે અંગત કારણોસર આઇપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
2023ની સીઝનમાં હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. પરંતુ તે 21થી ઓછી સરેરાશથી માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. પરિણામે ફ્રેન્ચાઇઝીએ તેને મીની હરાજી પહેલા મુક્ત કરી દીધો. આ પછી દિલ્હી કેપિટલ્સે તેને 4 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો. બ્રુક તાજેતરમાં ભારત પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમમાં પણ નહોતો. બ્રુકે છેલ્લી ઘડીએ ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બ્રુકે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસે પરિવારને ગોપનીયતા આપવાની માગણી કરીને પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ પણ હેરી બ્રુકને બાકાત રાખવા પર સવાલો ઉઠાવ્યા હતા.તેમણે ડ પર પોસ્ટ કર્યું - આઈપીએલ ઓક્શનમાં અંગ્રેજ ખેલાડીઓને તમારા જોખમે ખરીદો. ઈંગ્લિશ ખેલાડીઓના વલણને લઈને આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓમાં નારાજગી છે. આ રીતે આઈપીએલ પહેલા ઘણી ટીમોનું સંયોજન ખલેલ પહોંચે છે. હવે આઈપીએલ ફ્રેન્ચાઇઝીસ આ મુદ્દાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ઉકેલવા પર વિચાર કરી રહી છે. એક ફ્રેન્ચાઇઝી અધિકારીએ જણાવ્યું હતું કે, એકવાર ખેલાડીઓ હરાજી માટે નોંધણી કરાવે છે, તેઓએ તેમની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ. આમાંથી પીછેહઠ કરવી અવ્યાવસાયિક છે, બીસીસીઆઈએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. આ પહેલા પણ ઘણા વિદેશી ખેલાડીઓ ઈંઙકમાંથી અચાનક જ હટી ગયા છે. જેમાં ઈંગ્લેન્ડના પોતાના એલેક્સ હેલ્સ અને જેસન રોયનો સમાવેશ થાય છે.