હરિયાણામાં સેકસટોર્શનનું રેકેટ: 800 લોકો પાસેથી 3 કરોડ પડાવ્યા
હરિયાણામાં એક મોટા સેક્સટોર્શન રેકેટનો પર્દાફાશ થયો છે. આ ગંદી રમતથી એક-બે નહીં પરંતુ 800 જેટલા લોકો ભોગ બન્યા હતા. હરિયાણા પોલીસ 37 લાખ રૂૂપિયાના સેક્સટોર્શન કેસની તપાસ કરી રહી હતી. આ તપાસ દરમિયાન પોલીસને એક ગંદા રેકેટની જાણકારી મળી હતી.
આ લોકો વોટ્સએપ વીડિયો કોલ કર્યા બાદ અશ્ર્લીલ વીડિયો પ્લે કરીને લોકોને બ્લેકમેલ કરતા હતા. ભિવાની એસપી વરુણ સિંગલાએ જણાવ્યું કે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઠગ વોટ્સએપ કોલ દ્વારા લોકોને બ્લેકમેલ કરતા હતા. પહેલા તેઓ વીડિયો કોલ કરતા હતા અને પછી તે વ્યક્તિનો વીડિયો રેકોર્ડ કરતા હતા.
આ પછી તેઓ ક્લિપમાં તેનો ચહેરો ટ્રાન્સપોઝ કરીને આ વીડિયો મોકલીને બ્લેકમેઇલ કરવાનું શરૂૂ કરી દેતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 728થી વધુ લોકોને આ પ્રકારના વીડિયો કોલ કર્યા છે, જે અલગ અલગ રાજ્યોના છે.
બે મહિના પહેલા ભિવાનીના સેક્ટર 13માં રહેતા એક વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી કે તેમને વોટ્સએપ વીડિયો કોલ આવ્યો છે. જ્યારે ફોન આવ્યો, ત્યારે એક છોકરીએ કપડાં ઉતારવાનું શરૂૂ કર્યું. તેણે ફોન લટકાવી દીધો અને થોડા સમય બાદ જ તેને એક વીડિયો મોકલવામાં આવ્યો જેમાં તે એક નગ્ન છોકરીની જગ્યાએ જોવા મળ્યો. આ પછી તેને સતત ફોન આવવા લાગ્યા હતા. ફોન કરીને આરોપીઓ સીબીઆઇ કે દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે રજૂ થઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે, જો પૈસા નહીં ચૂકવાય તો તેના ગંભીર પરિણામો આવશે.
વૃદ્ધે આરોપીને બે દિવસમાં 36.84 લાખ રૂૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ 20 લાખ રૂૂપિયાની માંગણી શરૂૂ કરી હતી, આ વખતે પૈસા ન આપતાં તેમણે ઘરનાને જાણ કરી પછી પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. પોલીસે મોબાઈલને ટ્રેસ કરતાં તે રાજસ્થાનનો નીકળ્યો હતો તેને આધારે 8 લોકોની ધરપકડ કરવાઈ હતી.