હુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ધીમે ધીમે સામે આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે હુમલાના સ્થળે કુલ સાત આતંકીઓ હાજર હતા. તે તમામ વિદેશી હતા. તેમાંથી ચારે પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. એ પછી ચાર આતંકીઓની ઓળખ તથા તસવીરો જાહેર કરવામાં આવી છે. એ મુજબ આ હુમલામાં આતંકી આદિલ ગુરી અને આસિફ શેખ, સુલેમાન શાહ, અબુ તલ્લાહ સામે સૂત્રોનું એવું પણ કહેવું છે કે તેને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના મેસેજ મળી રહ્યા હતા. સૂત્રોનું એમ પણ કહેવું છે કે આ તમામ આતંકવાદીઓ 2 અઠવાડિયા પહેલા પીર પંજાલના માર્ગનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી કાશ્મીરમાં પ્રવેશ્યા હતા.
દરમિયાન જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (કયઝ)ની આશંકા પ્રબળ બની છે. સુરક્ષા દળોના રેકોર્ડ મુજબ, હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 35 લશ્કર-એ-તૈયબા સાથે, 18 જૈશ-એ-મોહમ્મદ (ઉંયખ) સાથે અને 3 હિઝબુલ મુજાહિદ્દીન (ઇંખ) સાથે જોડાયેલા છે. ત્રણેય હિઝબુલ આતંકવાદીઓ પણ પાકિસ્તાનના નાગરિક હોવાનું કહેવાય છે. આ સિવાય 17 સ્થાનિક આતંકવાદીઓની હાજરી નોંધવામાં આવી છે, જે વિદેશી આતંકવાદીઓની સરખામણીમાં ઘણી ઓછી છે.