સેન્સેક્સ 1300થી વધુ પોઇન્ટની તેજી સાથે 81 હજારને પાર
વૈશ્ર્વિક સંકેતોને પગલે તમામ શેરોમાં ધૂમ લેવાલી, નિફ્ટીમાં 447 પોઇન્ટનો વધારો
શેરબજારમાં છેલ્લા પાંચ કારોબારી દિવસોના ઘટાડા બાદ આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજીને પગલે બંન્ને નવા ઓલટાઇમ હાઇની નજીક પહોંચી ગયા છે. સવારે વૈશ્ર્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો આવતા જ ભારતીય શેર માર્કેટમાં પણ આજે જોરદાર તેજી છવાઇ ગઇ હતી. ગઇકાલે 80039ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 119 પોઇન્ટ ઉછળીને 801588 પર ખુલ્યો હતો. પરંતુ બપોરે સાડા બાર બાદ માર્કેટમાં જોરદાર તેજીથી સેન્સેક્સમાં 1382 પોઇન્ટનો ઉછાળો આવતા 81421ના લેવલે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં ગઇકાલના 24406ના બંધ સામે આજે મામૂલી 17 પોઇન્ટના વધારા સાથે 24423 પર ખુલ્લી હતી. બાદમાં જોરદાર તેજીથી નિફ્ટીમાં 447 પોઇન્ટનો વધારો નોંધાતા ઓલટાઇમ હાઇથી એક પોઇન્ટ દુર 24853 પર પહોંચી હતી.
બીએસઇ સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 5 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ ઉછાળો ઈન્ફોસિસ, ભારતી એરટેલ, ઝઈજ, ઉંજઠ સ્ટીલ અને સન ફાર્માના શેરમાં જોવા મળ્યો હતો. જ્યારે ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે બેંક નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
એક દિવસ પહેલા વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ભારતીય શેરબજાર પણ પ્રભાવિત થયું હતું. જોકે, આજે વૈશ્વિક સ્તરેથી સારા સંકેતો મળ્યા છે, જેના કારણે ભારતીય શેરબજાર પણ ગ્રીન ઝોનમાં છે. આ ઉપરાંત બજેટ બાદ શેરબજારમાં દરરોજ ઘટાડો નોંધાયો છે. દરમિયાન, રિટેલથી લઈને મોટા રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, જેના કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં વધારો થઈ રહ્યો છે.
મિડકેપ સ્ટોક વિશે વાત કરીએ તો, જઉંટગ શેર 8 ટકાથી વધુ વધીને રૂૂ. 152 પર છે. અશોક લેલેન્ડનો શેર લગભગ 6 ટકા વધીને રૂૂ. 246 થયો હતો. ખાફશતફ લગભગ 6 ટકા વધ્યો. સ્મોલ કેપમાં, ઝેન્સાર ટેક્નોલોજીનો શેર 5.5 ટકા વધીને રૂૂ. 816 પ્રતિ શેર થયો હતો. ઈન્ડિયન ઓવરસીઝ બેંક લગભગ 4 ટકા વધીને રૂૂ. 68 પર હતો. ફાઇવ સ્ટાર બિઝનેસ 3.4 ટકા વધીને રૂ.749 થયો હતો.યુકો બેન્ક પણ 3 ટકાથી વધુ વધીને રૂૂ. 1504 પર લગભગ 4 ટકા વધી હતી. ટાટા પાવર 3.5 ટકા વધીને રૂ.438 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે દિવીની લેબ્સના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો હતો.