સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકો
છેલ્લા સાત દિવસથી ચાંદીમાં તોફાની તેજી બાદ ગઇકાલે રાત્રે ચાંદીમાં 6500નો ઘટાડો નોંધાતા ચાંદી ફરી 2 લાખની અંદર પહોંચી છે. ગઇકાલે ચાંદીમાં 4000 રૂા.નો વધારો નોંધાયો હતો. પરંતુ બજારના સેન્ટીમેન્ટ તેમજ પ્રોફીટ બુકીંગને કારણે ચાંદીમાં ઉપલા લેવલથી 9500 રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો.
એમસીએકસમાં ગઇકાલે ચાંદી 2,00,382નો ઉચ્ચતમ ભાવ હાંસલ કર્યો હતો. પરંતુ દિવસનાં અંતે ભાવમાં કડાકો બોલ્યો હતો. ગઇકાલે રાતે એમસીએકસમાં ચાંદી 1,92,615 જોવા મળ્યો હતો. એટલે કે ઉપલા લેવથી ચાંદીમાં 8થી 9 હજારનો ઘટાડો નોંધાયો છે. સોમવારે માર્કેટ ખુલે ત્યારે ચાંદીમાં હજુ સાવચેતીનો સુર જોવા મળે તેવી સંભાવના છે. રાજકોટમાં ચાંદીનો હાજર ભાવ 2,08,000ના ઉચ્ચતમ લેવલથી ઘટીને 1,96,550 જોવા મળ્યો હતો. જો કે સોનામાં ગઇકાલે 1200 રૂા. વધ્યા હતા. અને સોનું ફરી એક વખત ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યું હતું. એમસીએકસમાં સોનુ 1,33,320 બંધ આવ્યું હતું. રાજકોટની બજારમાં સોનુ 1,36,560ના ભાવ ઉપર જોવા મળ્યું હતું. રૂપીયો વધુ ગગડતા ડોલર 90.52 રૂા. પર બંધ આવ્યો હતો.