ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠાર

10:33 AM Apr 21, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી અત્યાધુનિક હથિયાર પણ જપ્ત કર્યા છે. આ એન્કાઉન્ટરમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો માઓવાદી વિવેક પણ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 8 નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. અથડામણ અત્યારે ચાલુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઝારખંડના બોકારો જિલ્લામાં CRPFના કોબરા કમાન્ડો અને ઝારખંડ પોલીસના જોઇન્ટ ઓપરેશન દરમિયાન નક્સલીઓ સાથે અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણ જિલ્લામાં લાલપનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

'209 કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એક્શન (કોબરા)ના જવાનોએ અભિયાન શરૂ કર્યું હતું જેમાં આઠ નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા છે અને બે ઇંસાસ રાઇફલ, એક 'સેલ્ફ લોડિંગ રાઇફલ (SLR) અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં કોઇ સુરક્ષાકર્મીના ઘાયલ થવાના સમાચાર નથી. કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એક્શન (કોબરા) CRPFની એક સ્પેશ્યલ યૂનિટ છે જે ગુરિલ્લા અને જંગલ યુદ્ધ, ખાસ કરીને નક્સલી ખતરા સામે લડવા માટે જાણીતી છે.

Tags :
deathencounterindiaindia newsJharkhandJharkhand newsnaxalitessecurity forces
Advertisement
Next Article
Advertisement