For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાનના કાર્યક્રમ માટે 12 હજાર પોલીસ જવાનોનું સુરક્ષાચક્ર

02:40 PM Sep 13, 2024 IST | admin
વડાપ્રધાનના કાર્યક્રમ માટે 12 હજાર પોલીસ જવાનોનું સુરક્ષાચક્ર

રવિવારે બપોરે આગમન અને મંગળવારે સવારે રવાના થશે, સોમવારે પી.એમ.ના ભરચક્ક કાર્યક્રમો

Advertisement

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ-મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે

નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આગામી રવિવારથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમોમાં બંદોબસ્ત માટે 12 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત 12 નાયબ કલેકટર અને 20 મામલતદાર કક્ષાના અધિકારીઓને 18મી સુધી ખાસ ફરજ સોંપવામાં આવી છે. અલગ-અલગ કાર્યક્રમો માટે બંદોબસ્તની સ્કીમ પણ અલગ રાખવામાં આવી છે. એસ.પી.જી.ના અધિકારીઓનું આજે સવારે આગમન થયું છે. અને તેમણે આખુ પ્રધાનમંડળ વડાપ્રધાનના કાર્યક્રમોની તૈયારી માટે વ્યસ્ત બન્યું છે અને આજથી બે દિવસ કાર્યકરોને સચિવાલયમાં નહીં આવવા સુચના આપી દેવામાં આવી છે.

Advertisement

વડાપ્રધાનના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આગામી 15 સપ્ટેબરે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન આ વખતે 3 દિવસ ગુજરાતની મુલાકાતેરહેશે. આ 3 દિવસ દરમિયાન પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર થયો છે. તે મુજબ વડાપ્રધાન 15 સપ્ટેમ્બર બપોરે 3.55 કલાકે અમદાવાદ એરપોર્ટ આગમનસાંજે 4.20 કલાકે- વડસર હેલિપેડ પહોંચશે અને સાંજે 4.30- ખાનગી કાર્યક્રમ જાહેર થયો નથી. જયારે સાંજે 5.50 રાજભવન પહોંચી રાત્રી રોકાણ પણ ત્યાં જ કરશે.

વડાપ્રધાન તા.16 સપ્ટેમ્બરસવારે 9.55 કલાકે -રાજભવન થી મહાત્મા મંદિરસવારે 10.00 કલાકે- મહાત્મા મંદિર રાષ્ટ્રીય ઊર્જા વિભાગ આયોજિત ઊર્જા સેમિનારનું ઉદ્ઘાટન બપોરે 1.30 કલાકે- ગાંધીનગર સેકટર 1 મેટ્રો સ્ટેશન મુલાકાત બપોરે 2.00 કલાકે- મેટ્રો રેલ લીલીઝંડી બાદ સેકટર 1 થી ગીફટસીટી સુધી મેટ્રો સવારી, બપોરે 2.45 કલાકે- રોડ માર્ગે જીએમડીસી અમદાવાદ રવાનાબપોરે 3.30 કલાકે- વિકાસ કાર્યોના ભૂમિપૂજન લોકાર્પણ અને જાહેર કાર્યક્રમ જયારે સાંજે 5.30 કલાકે- રાજભવન પહોંચી રાત્રી રોકાણ ત્યાંજ કરશે.

જયારે 17 સપ્ટેમ્બરસવારે 8.45 કલાકે-રાજભવનથી અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને સવારે 9.10 કલાકે -અમદાવાદ એરપોર્ટ સવારે 9.15 કલાકે- અમદાવાદથી ભુવનેશ્વર, ઓરિસ્સા જવા રવાના થશે.

વડાપ્રધાન 3 દિવસ દરમિયાન ભાજપ નેતા સરકારના પ્રધાનમંડળના સભ્યો મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ ભાજપ સાથે અને અન્ય આગેવાનો સાથે પણ મુલાકાત યોજી શકે છે.

12 નાયબ કલેકટર અને 20
મામલતદારને ખાસ ફરજ સોંપાઇ
પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાનાર રિન્યુએબલ એનર્જી અંતર્ગત ઉર્જા વિભાગને વધુ સ્ટાફની ફાળવણી કરાઈ છે. 12 નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ અને 20 મામલતદાર કક્ષાના અધિકારીઓની ફાળવણી કરાઈ છે. જેમાં અધિકારીઓને 18 સપ્ટેમ્બર સુધી ઉર્જા વિભાગ હસ્તક મુકવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે, ભારત સરકારના નવીન ઉર્જા મંત્રાલય દ્વારા 16 થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એકલ્પોની ચોથી આવૃત્તિનું આયોજન થવા જઈ રહ્યુ છે. ગુજરાત સરકાર ચોથા છઊ-ઈંક્ષદયતિં 2024માં યજમાન રાજ્ય તરીકે ભાગ લઈ રહ્યુ છે. સદર ઇવેન્ટની કામગીરી માટે 12 નાયબ કલેકટર સંવર્ગના અધિકારીઓ તથા 20 (વીસ) મામલતદારઓની સેવાઓ તા.18/09/2024 સુધીની ઉર્જા અને મેટ્રોકેમીકલ્સ વિભાગ હસ્તક ફાળવવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement