માલેગાવ બ્લાસ્ટ પર સાહિલ શેઠની કંપની બનાવશે ફિલ્મ
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કોર્ટે ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ શ્રીકાંત પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટના અને કોર્ટના ચુકાદા પર હવે ટૂંક સમયમાં એક ફિલ્મ બનવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રોડ્યુસર સાહિલ સેઠે તેમની પ્રોડક્શન કંપની સિનેડસ્ટ હેઠળ માલેગાંવ ફાઇલ્સ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. સાહિલ સેઠે જણાવ્યું કે આ ફિલ્મમાં ઘટનાનું સત્ય તેની મૂળભૂત રીતે રજૂ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં.
આ ફિલ્મનું નિર્દેશન ‘માય ફ્રેન્ડ ગણેશા’ જેવી ફિલ્મોથી જાણીતા નિર્દેશક રાજીવ એસ. રૂૂઇયા કરશે. હાલમાં ફિલ્મના કલાકારોને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ જાણકાર સૂત્રોના મતે, ફિલ્મમાં ઘણા જાણીતા અભિનેતાઓને કાસ્ટ કરવામાં આવશે. પ્રોડ્યુસર સાહિલ સેઠના જણાવ્યા અનુસાર, ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને વર્ષના અંત સુધીમાં તેનું શૂટિંગ શરૂૂ થઈ જશે.