PM ધનધાન્ય કૃષિ યોજના માટે 24,000 કરોડ, ગ્રીન એનર્જી પર 27,000 કરોડના ખર્ચને મંજૂરી
03:49 PM Jul 16, 2025 IST | Bhumika
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી. આ નિર્ણયો દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવ્યા છે. પહેલો નિર્ણય પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY) સંબંધિત છે.
Advertisement
આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓના સર્વાંગી વિકાસ માટે 36 કેન્દ્રીય યોજનાઓના સંકલન દ્વારા દર વર્ષે 24,000 કરોડ રૂૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે.
બીજો મોટો નિર્ણય એ છે કે NTPCને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રોકાણ માટે 20,000 કરોડ રૂૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Advertisement
આ ઉપરાંત, NLC ઇન્ડિયા લિમિટેડ (NLCIL) ને 7,000 કરોડ રૂૂપિયાના રોકાણ સાથે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં વિસ્તરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Advertisement