રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વુમન્સ ટીમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેન્સ ટીમે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વુમન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીતનારી આરસીબીની વિમેન્સ ટીમનું જોરદાર સ્વાગત કર્યું છે. મેન્સ ટીમે વુમન્સ ટીમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.19 માર્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વુમન્સ ટીમનું આરસીબી અનબોક્સ ઈવેન્ટ દરમિયાન આ સન્માન મળ્યું. સ્મૃતિ મંધાનાના નેતૃત્વવાળી ટીમે સ્ટેડિયમમાં હાજર રહેલા દર્શકોની સામે ડબલ્યુપીએલ ચેમ્પિયન્સ 2024ની જર્સીમાં જોવા મળી.
મેન્સ ટીમના પ્રેક્ટિસ સેશન અને કેટલાંક પરફોર્મન્સ પછી સ્મૃતિ મંધાના ડ્રેસિંગ રુમમાંથી ટ્રોફીની સાથે બહાર આવી. ગ્રાઉન્ડમાં તેમની એન્ટ્રી પહેલા મેન્સ ટીમના ખેલાડી વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસી અને ગ્લેન મેક્સવેલની સાથે અન્ય ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનરની સાથે તેમનું સ્વાગત કર્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સને હરાવીને વુમન્સ પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીત્યો. આ આરસીબી ફ્રેન્ચાઈઝીની પહેલી ટ્રોફી છે.
મંધાનાની આગેવાનીમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સને હરાવીને ડબલ્યુપીએલના બીજા સત્રમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે જ્યારે તેમની પુરુષ ટીમ છેલ્લાં 16 વર્ષમાં આઇપીએલનો ખિતાબ જીતવામાં સફળ નથી રહી. આ દરમિયાન લગભગ એક દશકા સુધી કોહલી ટીમનો કેપ્ટન રહ્યો. મંધાના અને કોહલી બંને 18 નંબરની જર્સી પહેરે છે.
મંધાનાએ ગઇકાલે સંવાદદાતાઓને કહ્યું- ખિતાબ અલગ વસ્તુ છે પરંતુ કોહલીએ દેશ માટે જે કર્યું છે તે ઉલ્લેખનીય છે. તેથી હું હજુ કરિયરના જે મોડ પર છું અને તેમણે જે કંઈ મેળવ્યું છે તેણે જોતા મને નથી લાગતું કે તેમની સાથે તુલના કરવી યોગ્ય છે.