આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માની કેપ્ટનશિપ નંબર વન
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. જો આપણે કેપ્ટન તરીકે જીતની ટકાવારીના આંકડાઓ પર નજર કરીએ તો આ સ્પષ્ટ થાય છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને 73.45% મેચોમાં જીત અપાવી છે. અન્ય કોઈ કેપ્ટન તેના રેકોર્ડની બરાબરી કરી શકતો નથી. જો આપણે 100+ આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરનાર ક્રિકેટરોની જીતની ટકાવારી જોઈએ તો રોહિત ટોચ પર જોવા મળે છે.
રોહિતે અત્યાર સુધી 113 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. અહીં તેણે પોતાની ટીમને 83 મેચમાં જીત અપાવી હતી. તેની કેપ્ટનશીપમાં ભારતને માત્ર 26 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે કેપ્ટન તરીકે પોતાની ટીમને જીત અપાવવાની રોહિતની ટકાવારી 73.45% હતી. આ બાબતમાં તે માત્ર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને એમએમ ધોનીથી આગળ નથી નીકળી ગયો, પરંતુ વિશ્વના દિગ્ગજ કેપ્ટન પણ તેના આંકડાની નજીક ક્યાંય નથી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે તેની કેપ્ટનશીપમાં કાંગારૂૂ ટીમને 324માંથી 220 મેચ જીતાડી, પરંતુ કેપ્ટન તરીકે પોન્ટિંગની જીતની ટકાવારી માત્ર 67.9 રહી. રોહિત હવે આ મામલે ઘણો આગળ નીકળી ગયો છે. વળી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તેણે 332 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી પરંતુ તે માત્ર 178 મેચમાં જ ટીમને જીત અપાવી શક્યો હતો. એટલે કે ધોનીની જીતની ટકાવારી 53.61 હતી.
રોહિત શર્માને વર્ષ 2022માં વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તે ભારતમાં ખાસ કરીને કોઈ સિરીઝ હારી નથી. તેણે વિરાટ કોહલીના કેપ્ટનશિપના રેકોર્ડને પણ ઘણો પાછળ છોડી દીધો છે. કોહલીએ 213 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી અને તેમાંથી