ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રોહિત શર્માના કારણે બુમરાહનું મુંબઇ ટીમમાં સ્થાન જળવાયું

01:21 PM Mar 15, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. હરાજી પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન્સી પણ સોંપવામાં આવી હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહ અને ટીમ વચ્ચેનો વિખવાદ પણ ચર્ચાનું કારણ બન્યો હતો.

Advertisement

હાર્દિક પંડયાની વાપસી બાદ જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર વફાદારી અંગે પોસ્ટ કરી હતી, જેના કારણે વિવાદ થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે બુમરાહ હાર્દિકના ટીમમાં આવવાથી ખુશ નથી. જોકે જસપ્રીત બુમરાહ હજુ પણ ટીમનો ભાગ છે. ટીમના પૂર્વ ખેલાડી પાર્થિવ પટેલે મોટો ખુલાસો કર્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ એક સમયે જસપ્રીત બુમરાહને ટીમની બહાર કરવા ઈચ્છતી હતી.

પાર્થિવ પટેલે કહ્યું કે જ્યારે જસપ્રીત બુમરાહને ટીમમાંથી બહાર કરવાની વાત ચાલી રહી હતી, ત્યારે તત્કાલીન કેપ્ટન રોહિત શર્માએ આ ફાસ્ટ બોલરનું સ્થાન બચાવ્યું હતું. જસપ્રીત બુમરાહ 2013માં મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો હતો. શરુઆતમાં તે ખાસ અસરકારક સાબિત થયો નથી. 2013માં બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. 2014માં તેણે 5 વિકેટ ઝડપી હતી. 2015ની ચાર મેચમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.પાર્થિવ પટેલે કહ્યું કે 2015માં બુમરાહ ટીમમાં નવો હતો. તેનો દેખાવ સારો રહ્યો ન હતો અને આ કારણે જ ટીમ તેને બહાર કરવા માંગતી હતી. રોહિત શર્માએ બુમરાહ પર ભરોસો બતાવ્યો અને તેને ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

Tags :
indiaindia newsMumbai teamSportssports news
Advertisement
Advertisement