વર્લ્ડ કપ ફાઇનલમાં હાર માટે રોહિત, દ્રવિડ જવાબદાર, પીચ સાથે છેડછાડ
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો સનસનીખેજ ખુલાસો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ઓડીઆઇ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભાગ્યે જ કોઈ ભૂલી ગયું હશે. ટીમ ઈન્ડિયા સતત 11 મેચ જીત્યા બાદ શાનદાર ફોર્મમાં હતી, પરંતુ ફાઇનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, જેણે લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. એવામાં હવે હવે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ફાઈનલની પિચને લઈને મોટો ખુલાસો કરતાં કહ્યું કે એમને પિચનો રંગ બદલતો જોયો છે.આ સિવાય એમને વર્લ્ડ કપમાં હાર માટે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને જવાબદાર ગણાવ્યા હતા. મોહમ્મદ કૈફે કહ્યું કે ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે હતી, એ સમયે કેપ્ટન અને કોચે પિચને એટલી ધીમી બનાવી દીધી કે તે પોતાના પર બોજ બની ગઈ. જો આવું ન થયું હોત તો ભારતીય ટીમ ચેમ્પિયન બની શકી હોત.પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું ત્યાં 3 દિવસ માટે હતો. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ બંને સાંજે આવ્યા, પીચ પર ગયા, આજુબાજુ જોયું, તે કેવી પીચ છે. અડધો કલાક ત્યાં ઊભા રહ્યા, એક કલાક ઊભા રહ્યા. ત્યાં એક દિવસ પસાર થયો. બીજે દિવસે તેઓ ફરી આવ્યા અને આસપાસ ફરતા હતાત્યાં અપ-ડાઉન કરતા હતાએક કલાક ત્યાં વાતો કરતા હતા. સતત ત્રણ દિવસથી આવું બન્યું.કૈફનું કહેવું છે કે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવવા માટે, ભારતે પીચ એટલી ધીમી બનાવી કે આ દાવ તેમના પર ઊલટો પડ્યો. કમિન્સ છે... સ્ટાર્ક છે, તેની પાસે ફાસ્ટ બોલિંગ છે તેથી તેને ધીમી પિચ ન આપો, 100 ટકા, આ એક ભૂલ હતી.