રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

420 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાની માફિયા હાજી મુસ્તુફાએ મોકલ્યાનો ઘટસ્ફોટ

12:13 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

પોરબંદરથી 185 નોટીકલ માઈલ દુર દરિયાઈ જળ સીમામાંથી વધુ એક વખત કરોડો રૂૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને દિલ્હી એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. સંયુક્ત ઓપરેશનમાં એટીએસે બોટમાં સવાર છ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે. ત્યારે એટીએસનો દાવો છે કે આ પકડાયેલા ડ્રગ્સની કિંમત આશરે 420 કરોડ થવા જઈ રહી છે. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયા હાજી મુસ્તુફાએ મોકલ્યું હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે આ ડ્રગ્સ ભારતમાં કોને આપવાનું હતું તે બાબતે એટીએસે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

પાકિસ્તાન અને ઈરાનના ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયા કાંઠેથી ભારતમાં માદક પદાર્થોની દાણચોરી કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, જો કે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ડ્રગ્સ માફિયાઓનો આ પ્રયાસ સતત નિષ્ફળ બનાવી રહ્યું છે. તેવામાં ગુજરાત એટીએસના પીઆઈ જે. એમ. પટેલને બાતમી મળી હતી કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તુફા દ્વારા ગ્વાદર બંદરેથી એક પાકિસ્તાની ફિશિંગ બોટમાં કેટલોક ડ્રગ્સનો જથ્થો મોકલી રહ્યો છે. જે બાતમી આધારે કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. ઓપરેશન ટીમ દ્વારા પોરબંદરથી 185 નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમામાં ઓપરેશન હાથ પરીને એક બોટમાં સવાર છ લોકોની પરપકડ કરી હતી. આ બોટમાંથી ટીમે 60 જેટલા ડ્રગ્સના પેકેટ કબ્જે કર્યા હતા. ટીમે પ્રાથમિક તપાસ કરતા મેથામ્ફેટામાઈન ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે તેની કિંમત આશરે 420 કરોડ હોવાનું ગુજરાત એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું. આ જથ્થો દિલ્હી તથા પંજાબ ખાતે ડીલીવરી કરવાનો હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાત એટીએસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યુ છે કે આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયા હાજી મુસ્તુફાએ મોકલ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગથી પોરબંદર કે જખૌ બંદર ખાતે ઉતારવાનો હતો. બાદમાં તે જથ્થો રોડ મારફતે દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરાઇ છે.

પકડાયેલા પાકિસ્તાનીના નામ

બહર અલી (રહે. ચુરબંદર, બલુચિસ્તાન, પાકિસ્તાન)
અંદાઝલાલા લાલાઅકબર (રહે. ચુરબંદર, બલુચિસ્તાન, પાકિસ્તાન)
મુતાલીબખાન જંગી કલીશાર (રહે. ચુરબંદર, બલુચિસ્તાન, પાકિસ્તાન)
ઝુબેરઅહેમદ શેરમોહમદ (રહે. યુરબંદર, બલુચિસ્તાન, પાકિસ્તાન)
મોહમદઅયાઝ મોહમદહિસાર (રહે. કોલાચી મહોલ્લા, બલુચિસ્તાન, પાકિસ્તાન)
મોહસીન હુસૈન (રહે. પસની, બલુચિસ્તાન, પાકિસ્તાન)

 

રાત્રે સર્વેલન્સ કરાયું, સવારે બોટ મળી - 3 વર્ષમાં 10મું મોટું ઓપરેશન

ગુજરાત એટીએસની ટીમના પીઆઇ જે. એમ. પટેલનો થોડા સમય પહેલા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેમને ટાંકા આવ્યા હતા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ હાલતમાં પણ જે. એમ. પટેલને બાતમી મળતા તેમણે ઉચ્ચ અધિકારીઓ સુધી માહિતી પહોંચાડયા બાદ આ ઓપરેશન હાથ ધરાયુ હતું. એટીએસના પીઆઇ પી. બી. દેસાઇ, વી. એન. વાઘેલા અને ત્રણ પીએસઆઈ પોરબંદર પહોંચ્યા હતા. જ્યારે એનસીબીની ટીમ પણ પોરબંદર પહોંચ્યા બાદ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતું. ટીમ દ્વારા રાત્રે જ સર્વેલન્સ હાથ ધરાયુ હતું. ત્યારે મગળવારે વહેલી સવારે શંકાસ્પદ બોટ દેખાતા આ ઓપરેશન પૂર્ણ કરાયુ હતું. ઉલ્લેખનીય છે. કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ત્રણ વર્ષમાં આ મું મોટું ઓપરેશન હાથ ધરાયુ હતું. આ ઓપરેશનોમાં અત્યારસુધીમાં 3135 કરોડનું કુલ 517 કિગ્રા ડ્રગ્સ પકડાઇ ચૂક્યુ છે.

ડ્રગ્સ પકડનાર એટીએસ ટીમને 10 લાખના ઈનામની જાહેરાત

એટીએસના પીઆઈ જે એસ પટેલને ડ્રગ્સ મામલે બાતમી મળી હતી. જેના આધારે પોરબંદર પોલીસ સાથે ડ્રગ્સ ઘૂસાડનાર પાકિસ્તાનીઓ સાથે ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. 60 વધારે ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. જેની કિંમત 400 કરોડથી વધુ છે. આ ઓપરેશન માટે અઝજ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી છે. આ ઓપરેશન સફળ થતાંની સાથે ગૃહ વિભાગે દ્વારા એટીએસની આખી ટીમને રૂૂપિયા 10 લાખનો ઈનામ જાહેર કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસને તેમજ એટીએસ અને કોસ્ટગાર્ડને આવા સફળ સંયુક્ત ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથો સાથ એટીએસના તમામ સભ્યોને પણ શુભેચ્છાઓ પાઠવી છે.

Tags :
drugsgujaratgujarat newsindiaindia newsPakistani
Advertisement
Next Article
Advertisement