આસામમાં મુસ્લિમ વિવાહ અને તલાકનો કાયદો રદ
આસામ સરકારે મુસ્લિમ વિવાહ કાનૂન રદ કરી દીધો છે. મુસ્લિમ વિવાહ સાથએ તલાક રજિસ્ટ્રેશન કાનૂને પણ રાજ્ય સરકારે રદ કરી દીધો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, અમે બાલ વિવાહની વિરુદ્ધ અધિક સુરક્ષા ઉપાય કરીને દીકરીઓ અને બહેનો માટે ન્યાયની ખાતરી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. આજે આસામ કેબિનેટની બેઠકમાં અતતફળ છયાયફહશક્ષલ ઇશહહ 2024ના માધ્યમથી આસામ મુસ્લિમ વિવાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ અને નિયમ 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
આસામ રિપીલ બિલ 2024 વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. કેબિનેટે મુસ્લિમ લગ્નોની નોંધણી માટે કાયદો લાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ 1935 મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની નોંધણી માટે જોગવાઈ કરે છે. સમય સાથે આ કાયદામાં ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લો સુધારો 2010 માં કરવામાં આવ્યો હતો. આ સુધારામાં સ્વૈચ્છિક શબ્દને બદલે ફરજિયાત શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. અગાઉ નિકાહ અને તલાકની નોંધણી સ્વૈચ્છિક હતી, પરંતુ 2010 પછી તે ફરજિયાત બની ગયું છે.