'પાંચ દિવસમાં વીડિયો હટાવો, માફીપાત્ર નથી બાબા રામદેવની ટિપ્પણી..' દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકા
બાબા રામદેવે રૂહ આફઝા શરબતને 'શરબત જિહાદ' કહ્યા બાદ તેમના નિવેદન બદલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી હતી. અને દિલ્હી આજે બાબા રામદેવ દ્વારા 'શરબત જેહાદ' શબ્દનો ઉપયોગ કરવામાં આવેલા વીડિયો પર નારાજગી વ્યક્ત કરી હતી.કોર્ટે કહ્યું હતું કે આ નિવેદનને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. આ નિવેદન માફ કરવા યોગ્ય નથી. આનાથી કોર્ટનો અંતરાત્મા હચમચી ગઈ. બાબા રામદેવના વકીલનું વલણ નરમ પડ્યું અને તેમણે કોર્ટને કહ્યું કે અમે તે વીડિયો હટાવી દઇશું.
કોર્ટના ઠપકા બાદ પતંજલિના સ્થાપક રામદેવે કહ્યું કે અમે એવા બધા વીડિયો દૂર કરીશું જેમાં ધાર્મિક ટિપ્પણીઓ કરવામાં આવી છે. કોર્ટે રામદેવને સોગંદનામું દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
બાબા રામદેવે ૩ એપ્રિલના રોજ પતંજલિ સીરપ લોન્ચ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે એક કંપની શરબત બનાવે છે. આનાથી મળતા પૈસાથી તે મદરેસા અને મસ્જિદો બનાવે છે. બાબા રામદેવે કહ્યું હતું કે જેમ લવ જેહાદ અને વોટ જેહાદ ચાલી રહ્યા છે, તેવી જ રીતે શરબત જેહાદ પણ ચાલી રહ્યું છે.
રૂહ અફઝા સીરપ બનાવતી કંપની હમદર્દે આ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપની વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલો રજૂ કરી. રોહતગીએ કહ્યું કે આ ધર્મના નામે હુમલો છે.
હાઈકોર્ટે કહ્યું- આવી વાતો તમારી પાસે રાખો, જાહેર ન કરો
પતંજલિ વતી એડવોકેટ રાજીવ નાયરે કહ્યું કે અમે બધા વીડિયો દૂર કરીશું. આ પછી કોર્ટે કહ્યું કે રામદેવે એક સોગંદનામું આપવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં આવા નિવેદનો નહીં આપે. કોર્ટે કહ્યું કે રામદેવે આવી વાતો પોતાના મગજ સુધી મર્યાદિત રાખવી જોઈએ અને તેને જાહેર ન કરવી જોઈએ.