For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સપ્તાહના પ્રારંભે શેરબજારમાં રાહત, સેન્સેક્સમાં 877 પોઈન્ટનો વધારો

03:57 PM Dec 23, 2024 IST | Bhumika
સપ્તાહના પ્રારંભે શેરબજારમાં રાહત  સેન્સેક્સમાં 877 પોઈન્ટનો વધારો

ગયા અઠવાડિયે રોકાણકારોની સંપત્તિમાં 20 લાખ કરોડ જેટલો ઘટાડો નોંધાયા બાદ આજે અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે 877 પોઈન્ટ અને નિફ્ટીમાં 282 પોઈન્ટ જેટલો વધારો નોંધાતા રોકાણકારોમાં ફરી તેજીની આશા મજબુત બની હતી.

Advertisement

સેન્સેક્સ શુક્રવારના 78,041ના બંધ સામે આજે 447 પોઈન્ટ ઉછળીને આજે 78,488 પર ખુલ્યો હતો. બપોરે 12 વાગ્યા આસપાસ સેન્સેક્સમાં જોરદાર લેવાલીથી ગઈકાલના બંધથી 877 પોઈન્ટનો ઉછાળો નોંધાતા સેન્સેક્સ 78,918 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ આજે ભારે તેજી જોવા મળી હતી. નિફ્ટી શુક્રવારના 23,587ના બંધ સામે 151 પોઈન્ટ ઉછળીને 23,738 પર ખુલી હતી. બપોરે 12 વાગ્યા આસપાસ નિફ્ટીમાં ગઈકાલના બંધથી 282 પોઈન્ટનો ઉછાળો નોંધાતા નિફ્ટી 23,869 પર ટ્રેડ થઈ હતી.

આજે રોકાણકારોની કુલ સંપત્તિમાં 3.11 લાખ કરોડનો વધારો નોંધાતા બીએસસીનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂા. 444 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું.

Advertisement

એચડીએફસી બેંક લિમિટેડ સેન્સેક્સના ટોચના ગેનર્સની આગેવાની હેઠળ 1.68 ટકા વધીને રૂૂ. 1,801.80 પર પહોંચી હતી. બજાજ ફાઇનાન્સ 1.28 ટકા વધીને રૂૂ. 6,924.15 થયો હતો. ICICI બેન્ક લિમિટેડ, ટાટા સ્ટીલ લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દરેકમાં 1 ટકાથી વધુનો ઉમેરો થયો છે.
Tata Steel Ltd, Tech Mahindra Ltd, ITC Ltd, IndusInd Bank Ltd, Axis Bank Ltd અને State Bank of India (SBI) અન્ય મોટા ગેનર હતા, જે 1 ટકા સુધી વધ્યા હતા. સેન્સેક્સમાં નવોદિત ઝોમેટો 2 ટકા ઘટીને 275.95 થયો હતો. સન ફાર્મા 0.48 ટકા ઘટીને રૂૂ. 1,797.95 થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement