For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર

06:58 PM Dec 23, 2024 IST | Bhumika
શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો  યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર

Advertisement

બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને કહ્યું છે કે બાંગ્લાદેશ સરકાર ઇચ્છે છે કે શેખ હસીના ન્યાયિક પ્રક્રિયા માટે બાંગ્લાદેશ પરત ફરે.

આજે (23 ડિસેમ્બર 2024), ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમે જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે વિદેશ મંત્રાલયને પત્ર લખીને ભારતમાંથી હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીનાને પરત લાવવાની માંગ કરી છે. આ પછી જ બાંગ્લાદેશનું વિદેશ મંત્રાલય ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.

Advertisement

ભારત અને બાંગ્લાદેશની સરકારો વચ્ચે 2013માં પ્રત્યાર્પણ સંબંધિત સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 2013થી ભારત વચ્ચે 'પ્રત્યાર્પણપાત્ર ગુનાના કેસોમાં' આરોપી અથવા ભાગેડુ આરોપીઓ અને કેદીઓને એકબીજાને સોંપવાનો કરાર થયો હતો. બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે આ સંધિ હેઠળ તે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. જો કે, આ પ્રત્યાર્પણ સંધિનો એક વિભાગ જણાવે છે કે જો પ્રત્યાર્પણ કરવાની વ્યક્તિ સામેના આરોપો રાજકીય પ્રકૃતિના હોય, તો વિનંતીને નકારી શકાય છે.

કયા ગુના હેઠળ પ્રત્યાર્પણની માંગ કરી શકાય?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ રાજકીય કેસ સિવાય ગુનાઓમાં સામેલ વ્યક્તિઓના પ્રત્યાર્પણની મંજૂરી આપે છે. આ ગુનાઓમાં આતંકવાદ, બોમ્બ બ્લાસ્ટ, હત્યા અને ગુમ થવા જેવા ગુનાઓ સામેલ હતા. જોકે, બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર સામૂહિક હત્યા, લૂંટ અને બનાવટના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સિવાય બાંગ્લાદેશના એક કમિશને પણ તેની તપાસ રિપોર્ટમાં લોકોને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે. 'અનફોલ્ડિંગ ધ ટ્રુથ' નામના આ રિપોર્ટમાં શેખ હસીના પર બાંગ્લાદેશની કેટલીક મહત્વપૂર્ણ હસ્તીઓને ગાયબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement