ટીબીના દર્દીઓને રાહત, દવાનો સંપૂર્ણ કોર્સ 6 મહિનામાં પૂરો થશે
20 મહિના સુધી ટીકડા ખાવા નહીં પડે
ટીબીના દર્દીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક દાવા અનુસાર વર્ષ 2025 સુધીમાં ટીબીના દર્દીઓમાં રિકવરી રેટમાં સુધારો થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટીબીને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે તે માટે નવી અને ટૂંકી સારવારને મંજૂરી આપી છે.
સરકારી આંકડા અનુસાર દેશમાં હાલ 75,000 ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના દર્દીઓ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ સામે નવી અને અસરકારક સારવાર માટેની ઇઙઅકખ પદ્ધતિને મંજૂરી આપી છે. ઇઙઅકખ પદ્ધતિમાં ચાર દવાઓનું મિશ્રણ હોય છે. મંત્રાલયના કહ્યા અનુસાર બેડાક્વિલિન, પ્રીટોમેનિડ, લાઇનઝોલિડ અને મોક્સીફ્લોક્સાસીન અગાઉની ખઉછ-ઝઇ સારવાર પ્રક્રિયા કરતાં વધુ સુરક્ષિત, વધુ અસરકારક અને ઝડપી સારવાર પૂરી પાડશે. જે ટીબીની ઝડપથી અને અસરકારક સારવાર કરવામાં મદદ કરશે.
ભારતમાં અત્યાર સુધીમાં ટીબીના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ 20 મહિનાનો છે. હવે નવી પદ્ધતિને મંજુરી મળ્યા બાદ હવે આ કોર્સનો સમયગાળો માત્ર 6 મહિનાનો રહેશે. ચાર નવી એન્ટિ-ટીબી દવાઓ ટીબીના દર્દીઓની પ્રારંભિક સારવારમાં મદદ કરશે. સારવારમાં સમાવિષ્ટ તમામ નવી દાવાઓને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી પરવાનગી મળી ગઈ છે.