ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી
યુ.એસ.ફેડરલ રેટ કટ સતત ત્રીજી વખત ઘટતાં સોના-ચાંદી માર્કેટમાં તેજી
ચાંદીમાં તેજી રોકાવાનું નામ લેતી નથી ગઇકાલે 6,500 રૂા ચાંદીમાં વધ્યા બાદ આજે પણ ચાંદીમાં જોરદાર તેજી યથાવત રહી છે. સવારના સત્રમાં જ ચાંદીમાં 4000 રૂપિયાનો વધારો નોંધાતો ચાંદીએ ફરી ઓલ ટાઇમ હાઇનો રેકોર્ડ સર્જયો છે.
ગઇકાલે નોંધાયેલી જોરદાર તેજી બાદ આજે ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔસ 62.90 ડોલર પર પહોંચી છે. સોનુ પણ આવે વધીને આંતરરાષ્ટ્રીય બજારમાં 4216 ડોલર સુધી પહોંચ્યું છે.
છેલ્લા ત્રણ મહિનામાં ચાંદીમાં જે ભાવ વધારો જોવા મળ્યો છે. તેની પાછળ મુખ્ય કારણ ઇન્ડ્રસ્ટીમાં ચાંદીની ડિમાન્ડમાં મોટો વધારો થયો છે. ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ચાંદીમાં જે ડિમાન્ડ માત્ર ભારત જ નહી પણ વિશ્ર્વભરમાં નીકળતા ચાંદીમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. ઉપરાંત લોકો પોતાના નાણાનું રૂપાંતર સોના-ચાંદીમાં કરી રહ્યા છે. તેને કારણે પણ ચાંદીમાં ભારે ડિમાન્ડ જોવા મળી છે. જે ભાવને આગળ ધપાવે છે.
ઉપરાંત યુ.એસ.ફેડરલ રીઝર્વ દ્વારા ગઇકાલે 25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવતા ફરી સોનુ-ચાંદી ઉપર જોવા મળી રહ્યુ છે. બલ્કે એક વર્ષમાં સોનુ 60% અને ચાંદીનો ભાવ એક વર્ષમાં બમણો થઇ ગયો છે.
આજે રાજકોટમાં સોનાનો ભાવ 1,32,970 જોવા મળી રહ્યો છે. જયારે ચાંદીનો ભાવ રાજકોટમાં પ્રતિ કિલોએ 193,860 પર પહોંચ્યો છે. જોકે હાજર ભાવ 1,96,000ને પણ આંબી ગયો છે.
જોકે યુ.એસ.ફેડ રેટ કટ બાદ ઇકવીટી માર્કેટમાં ખાસ પરિણામો જોવા મળ્યા ન હતા. સેન્સેક્સ અને નીફટી ફલેટ ખુલ્યા બાદ થોડુ કરેકશન નોંધાયુ હતુ. સેન્સેક્ટ 150 પોઇન્ટ અને નીફટી 45 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. આજે મેટલ અને ઓટોશેરમાં ખરીદી જોવા મળી હતી.