બુલિયન માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજી ચાલુ, સોનું રૂા.1,03,000 અને ચાંદી રૂા.1,19,000ને પાર
અમેરિકાના ટેરીફ વોર અને યુધ્ધની પરિસ્થિતિથી રોકાણકારોની જોરદાર ખરીદી
અમેરીકાના ટેરીફ વોર તેમજ યુધ્ધની પરિસ્થિતી વચ્ચે સોના-ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ચાંદી પ્રતિ કિલોએ રૂા.2000 ઉછળીને હાજરમાં 1,19,085 રૂા.એ પહોંચી છે. જયારે સોનામાં 24 કેરેટના ભાવ પ્રતિ 10 ગ્રામમાં રૂા.1300નો વધારો નોંધાયો છે. 24 કેરેટ ફાઇન ગોલ્ડનો ભાવ રૂા.1,03,770 પર પહોંચી ગયો છે.
આ વર્ષે સોનાનો ભાવ ₹1 લાખ 3 હજાર સુધી જઈ શકે છે કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે યુએસ ટેરિફને કારણે ભૂ-રાજકીય તણાવ પ્રવર્તી રહ્યો છે. આ સોનાને ટેકો આપી રહ્યો છે. આનાથી સોનાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 1 લાખ 3 હજાર રૂૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદી આ વર્ષે 1 લાખ 30 હજાર રૂૂપિયા સુધી પહોંચી શકે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ₹22,734 મોંઘુ થયું આ વર્ષે, એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂૂપિયાથી 22,734 રૂૂપિયા વધીને 98,896 રૂૂપિયા થયો છે. તે જ સમયે, ચાંદીનો ભાવ પણ 27,448 રૂૂપિયા વધીને 86,017 રૂૂપિયા પ્રતિ કિલોથી 1,12,760 રૂૂપિયા થયો છે. ગયા વર્ષે, એટલે કે 2024 માં, સોનું 12,810 રૂૂપિયા મોંઘુ થયું હતું.