રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઝારખંડમાં શક્તિ પરીક્ષણ પહેલાં જ જેએમએમના નેતાઓમાં બળવાનો સૂર

11:30 AM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

જેએમએમ નેતા હેમંત સોરેનની ધરપકડ બાદ ઝારખંડમાં રાજકારણ ગરમાયું છે. ચંપાઈ સોરેને ભલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હોય, પરંતુ તેમની બહુમતી સાબિત કરવાની બાકી છે. તે જ સમયે, જેએમએમના ધારાસભ્યોમાં બળવાનો સૂર ઉઠી રહ્યો છે. ચંપાઈ સોરેનનો વિરોધ કરતા લોબીન હેમ્બ્રમે કહ્યું કે શિબુ સોરેન અને હેમંત સોરેન સંથાલ પરગણાથી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ આજે આપણે એવો દિવસ જોવો પડશે કે કોલ્હનથી જીતેલા ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે.

Advertisement

પાર્ટીના જ નેતાના આ નિવેદન બાદ સવાલો ઉઠયા છે કે, શું ઝારખંડના રાજકારણમાં હજુ કોઈ રમત બાકી છે? શુક્રવારના રોજ, ચંપાઈ સોરેને મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ સવાલ એ છે કે શું ચંપાઈ સોરેન વિશ્વાસનો મત સાબિત કરી શકશે? અંદરોઅંદરના ડરથી ગઠબંધનના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે અને 5 ફેબ્રુઆરી સુધી ત્યાં જ રહેશે.

હવે સવાલ એ છે કે શું ચંપાઈ સોરેન 5મી ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરશે કે પછી ફ્લોર પર કોઈ રમત થશે? ચંપાઈને ખુરશી મળી પરંતુ રાષ્ટ્રપતિ શાસનનો ડર યથાવત છે. જેએમએમના ચંપાઈ સોરેને સીએમ તરીકે શપથ લીધા હતા, જ્યારે કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીના સત્યાનંદ ભોક્તાએ બપોરે મંત્રી તરીકે શપથ લીધા હતા.

ઝારખંડમાં ચાર પક્ષોનું ગઠબંધન સત્તા પર છે. ગઠબંધનના ધારાસભ્યો વચ્ચે અણબનાવ થવાની આશંકા છે. તેનાથી બચવા અને ધારાસભ્યોને એક રાખવા માટે તેમને હૈદરાબાદ લઈ જવામાં આવ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે અને વિશ્વાસ મત સુધી ધારાસભ્યોને ત્યાં રાખવામાં આવશે.

ધારાસભ્યોને હૈદરાબાદના એક રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડના ધારાસભ્યોને જ્યાં ખસેડવામાં આવ્યા છે તે બ્લોકમાં અને તેની આસપાસ લગભગ 80 પોલીસ અધિકારીઓ તૈનાત છે, દરેક ધારાસભ્યની સાથે ઓછામાં ઓછા 2 અધિકારીઓ છે.

Tags :
indiaindia newsJharkhandJharkhand newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement