'ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર... ' ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન
અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું એ આપણા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું જાણું છું કે આપણે આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે અને હું તેના માટે તૈયાર છું. ભારત આ માટે તૈયાર છે..."
https://x.com/ANI/status/1953315124569112730
નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પરનો ખર્ચ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ખેડૂતોનું હિત આપણા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં અને હું જાણું છું કે વ્યક્તિગત રીતે મારે આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ હું તેના માટે તૈયાર છું. આજે ભારત મારા દેશના ખેડૂતો માટે, મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે."