રામલલ્લા હવે બપોરે 1 કલાક દર્શન નહીં આપે
અયોધ્યાના સંત સમાજની નારાજગીના પગલે નિર્ણય
અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન રામલલા હવે બપોરે એક કલાક દર્શન નહીં આપે. આ દરમિયાન રામલલા વિશ્રામ કરશે. રામ મંદિરમાં આવતી ભારે ભીડના કારણે વ્હેલી સવારથી મોડી રાત સુધી રામલલા હાલ દર્શન આપે છે. બપોરના સમયે મોટા ભાગના મંદિર બંધ હોય છે પરંતુ રામલલાનું મંદિર ખુલ્લું જ રહે છે. જેણે લઈને અયોધ્યાના સંત સમાજે નારાજગી પણ વ્યક્ત કરી હતી.ત્યારે હવે નક્કી કરાયું છે કે રામલલાના દર્શનના સમયમાં 16 ફેબ્રુઆરીથી એટલે કે અચલા સપ્તમીના પર્વથી બપોરે એક કલાક બંધ રહેશે.
રામલલા બપોરે સાડા 12 વાગ્યાથી દોઢ વાગ્યા સુધી વિશ્રામ કરશે અને મંદિર એક કલાક બંધ રહેશે. સતત 15 કલાક દર્શન અવધિના કારણે રામલલાને વિશ્રામનો સમય નથી મળી રહ્યો. જેના પર અયોધ્યાના સંત સમાજે આપત્તિ વ્યક્ત કરી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પદાધિકારીઓ પણ માની રહ્યાં હતા બાળ સ્વરુપ રામલલાને વ્હેલી સવારે 4 વાગ્યે જાગરણ કરાવ્યા બાદ વિશ્રામ ન આપવો અવ્યવાહરિક છે. જેના કારણે નિર્ણય લેવાયો છે કે 16 ફેબ્રુઆરીથી દર્શનના સમયગાળામાં એક કલાકનો કાપ મૂકવામાં આવશે. આ દરમિયાન રામલલાના શયનના સમય માટે અલગ પરિધાન તેમજ ટોપીઓ મંગાવવામાં આવી છે.અયોધ્યા વસંત પંચમીના પર્વ પર બુધવારે રામ મંદિરમાં પહેલી વખત વસંતોત્સવ હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવ્યો. આ પ્રસંગે રામલલા જ્યાં પીતામ્બરી ધારણ કરાવીને તેમણે ચાર અલગ અલગ રંગ પીળા, લાલ, લીલા અને ગુલાબી અબીલ-ગુલાલ ચઢાવવાની સાથે તેમના ગાલ પણ લગાડવામાં આવ્યો હતો.