રાખી સાવંત 8 વર્ષ મોટા પાકિસ્તાની મુફ્તી અબ્દુલ સાથે લગ્ન કરશે
પોતાનું તમામ દેવું ચૂકવવા અને ભારત-પાક. વચ્ચે શાંતિની શરત રાખી
બિગ બોસ ફેમ અભિનેત્રી રાખી સાવંત અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આજ-કાલ તે પોતાના ત્રીજા લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. એવું લાગે છે કે અભિનેત્રીએ પાકિસ્તાનની વહુ બનવાનું નક્કી કર્યું છે. અગાઉ તેણીએ કહ્યું હતું કે તે એક્ટર ડોડી ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, હવે રાખીએ કહ્યું છે કે તે પાકિસ્તાની મુફ્તી અબ્દુલ કવી સાથે લગ્ન કરવા તૈયાર છે, જે તેનાથી 8 વર્ષ મોટો છે. ંરાખી સાવંતે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં મુફ્તી અબ્દુલ કવી સાથે સીધી વાત કરી હતી. આ દરમિયાન તેણીએ કહ્યું કે તે મુફ્તી સાથે લગ્ન કરવા તૈયાર છે પરંતુ તેની કેટલીક શરતો છે. રાખીએ કહ્યું કે તેના પર 6-7 કરોડ રૂૂપિયાનું દેવું છે જે મુફ્તી કવીએ ચૂકવવું પડશે. તે જ સમયે, મુફ્તી અબ્દુલ કવીએ સ્પષ્ટ કહ્યું કે હવે રાખીની તમામ જવાબદારી તેમની છે અને તેઓ દેવું ચુકાવવા તૈયાર છે.
રાખી સાવંતલગ્ન માટે પોતાની સંમતિ વ્યક્ત કરતા પહેલા રાખીએ મુફ્તી અબ્દુલ કવીને તેની ઉંમર પૂછી હતી. તેના પર મુફ્તીએ કહ્યું કે તે 58 વર્ષના છે અને પહેલા પણ એક વખત લગ્ન કરી ચૂક્યા છે. તે પરદાદા બની ગયા છે. આ સિવાય મુફ્તી કવીએ કહ્યું કે પ્રેમ એક એવી વસ્તુ છે જેની અંગત રીતે ચર્ચા થવી જોઈએ. આના પર રાખીએ કહ્યું કે, એક માણસ અને ઘોડો ક્યારેય વૃદ્ધ થતા નથી.
દહેજ માટે રાખીએ માંગી ખાસ વસ્તુરાખી સાવંતે તેના લગ્નમાં મુફ્તી કવી પાસે દહેજ તરીકે એક ખાસ વસ્તુની માંગણી કરી હતી. તેણીએ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને મિત્રતા ઈચ્છે છે. જો આવું થાય તો તેણી તેના માટે પોતાનું બલિદાન આપવા તૈયાર છે. વળતો જવાબ આપતા મુફ્તી કવીએ કહ્યું હતું કે જો રાખી તેની સાથે લગ્ન કરશે તો આ શક્ય બનશે.