For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાત વર્ષ પછી એકસાથે આવ્યા રાહુલ-અખિલેશ

11:41 AM Feb 26, 2024 IST | Bhumika
સાત વર્ષ પછી એકસાથે આવ્યા રાહુલ અખિલેશ

INDIA ગઠબંધનની અંદરોઅંદર પડેલી ગાંઠ હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે... દૂર-દૂર ચાલતા પક્ષો હવે સાથે જોડાઈ રહ્યા છે.. તો સૌપહેલા જેમનો સાથ મળ્યો તેવા અખિલેશ યાદવ આજે રાહુલ ગાંધીની સાથે એકમંચ પર જોવા મળ્યા... રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગરા પહોંચી હતી.. જ્યાં અખિલેશ યાદવે પણ યાત્રામાં સામેલ થઈને મજબૂત ગઠબંધનનો વિશ્વાસ અપાવ્યો. સાત વર્ષ બાદ એવો સમય આવ્યો, જ્યારે બંને પક્ષના નેતાઓ ફરી એકવાર જનતાની વચ્ચે એકસાથે જોવા મળ્યા..

Advertisement

આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને સંબોધતા, પીએમ મોદીને ઈન્ડિયા ગઠબંધન જ રોકી શકે છે તેવો દાવો વ્યક્ત કર્યો..યાત્રામાં રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું કે, આ દેશ મહોબ્બતનો દેશ છે, નફરતનો નહીં.. સાથે જ ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું.. રાહુલ ગાંધીએ કહ્યું કે, વર્તમાન સરકાર આંદોલનકારી ખેડૂતોને ખજઙ આપવા તૈયાર નથી. પરંતુ જો દેશમાં ઈંગઉઈંઅ ગઠબંધનની સરકાર આવશે તો તેઓ ખેડૂતોને ખજઙ આપશે.. આ ઉપરાંત હુંકાર કરતા કહ્યું કે, આ ન્યાયની લડાઈ છે અને આપણે મહોબ્બતની દુકાન શરૂૂ કરવાની છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement