For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી

05:48 PM Jun 14, 2025 IST | Bhumika
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી

12 જૂનના રોજ અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 39 વર્ષીય નર્સ રંજીતા જી નાયરનું ફેસબુક પર અપમાનજનક પોસ્ટ લખ્યા બાદ કેરળ સરકારના એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મહેસૂલ મંત્રી કે રાજને પુષ્ટિ આપી છે કે કાસરગોડ જિલ્લાના વેલ્લારીકુંડુ તાલુકા કાર્યાલયમાં જુનિયર સુપરિન્ટેન્ડેન્ટ એ પવિત્રનને પીડિતાની જાતિ અને સરકારી નોકરીના દરજ્જા વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ડેપ્યુટી તહસીલદાર તરફથી આ એક ઘૃણાસ્પદ કૃત્ય છે.

Advertisement

આ પોસ્ટ મારા ધ્યાન પર આવ્યા પછી તરત જ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.પવિત્રરે પોતાની પોસ્ટમાં રંજીતાની જાતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કેરળની એક નાયર મહિલાનું અવસાન થયું. તેણીએ મળેલી રાજ્ય સરકારની નોકરીમાંથી રજા લઈને અને બીજા વ્યક્તિની તક બગાડીને યુકે ગઈ હતી. કંઈપણ અનુભવ્યું નથી. બધા પ્રત્યે સંવેદના. કેરળમાં નાયર સમુદાયને ઉચ્ચ જાતિનો જૂથ માનવામાં આવે છે.અકસ્માતના ભોગ બનેલા લોકો માટે વ્યાપક શોક વચ્ચે આ સસ્પેન્શન આવ્યું છે, અને ઘણા લોકોએ પવિત્રનની ટિપ્પણીઓને અસંવેદનશીલ અને જાતિવાદી ગણાવી છે.રંજીતા યુનાઇટેડ કિંગડમમાં નર્સ તરીકે કામ કરતી હતી અને અહીં તેની સરકારી નોકરી સંબંધિત કાગળકામ પૂર્ણ કરવા માટે માત્ર ચાર દિવસ પહેલા જ ભારત પરત ફરી હતી. તે ત્યાંની નોકરી છોડીને કેરળમાં ફરી સેવા શરૂૂ કરવા માટે યુકે પરત ફરી રહી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement