For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

30 વર્ષમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની પુષ્પા-2, વર્લ્ડવાઈઝ કલેક્શન 1831 કરોડ

10:54 AM Jan 07, 2025 IST | Bhumika
30 વર્ષમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની પુષ્પા 2  વર્લ્ડવાઈઝ કલેક્શન 1831 કરોડ

Advertisement

સુકુમાર દ્વારા દિગ્દર્શિત પુષ્પા 2 ધ રૂૂલ તેની રિલીઝથી બોક્સ ઓફિસ પર હિટ રહી છે. 5 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પુષ્પા 2 એ દરરોજ નવા રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 33 દિવસ થઈ ગયા છે અને આજની એટલે કે 33મા દિવસની ફિલ્મની કમાણી સાથે જોડાયેલા આંકડા પણ સામે આવ્યા છે. પુષ્પા-2 એ 33 દિવસમાં 1207.59 કરોડની કમાણી કરી છે. પુષ્પા 2 એ તેની રિલીઝના એક દિવસ પહેલા 4 ડિસેમ્બરે પેઇડ પ્રિવ્યૂઝથી રૂૂ. 10.65 કરોડની કમાણી કરી હતી.

પુષ્પા 2 ના નિર્માતાઓએ આજે તેમના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને કહ્યું કે ફિલ્મે વિશ્વભરમાં 1831 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે બાહુબલી (રૂ.1788.06 કરોડ)ના વર્લ્ડવાઈડ કલેક્શનને પાછળ છોડી દીધું છે અને હવે દંગલ (રૂૂ. 2070.3 કરોડ)ના વર્લ્ડવાઈડ કલેક્શનને પાછળ છોડવા તરફ છે.

Advertisement

પુષ્પા 2 એ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ ત્રીજી સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ પહેલા 1994માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હૈ કૌન હૈએ 7.4 કરોડનો ફૂટફોલ મેળવ્યો હતો અને બાહુબલી 2 પ્રથમ સ્થાને છે, જેણે 10.7 કરોડનો ફૂટફોલ મેળવ્યો હતો. હવે પુષ્પા 2 આ લિસ્ટમાં 6 કરોડ ફૂટફોલ સાથે ત્રીજી ફિલ્મ બની ગઈ છે.

પુષ્પા 2 એ 2021ની સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઇઝનો બીજો ભાગ છે. 500 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મમાં ફહાદ ફાસીલ સાથે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement