VIDEO: કેરળમાં ઉત્સવ દરમિયાન હાથીએ યુવકને સૂંઢમાં પકડીને હવામાં 4 વખત ફંગોળ્યો, ઉત્સવમાં નાસભાગ મચી, 17 ઘાયલ
કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી એક ભયાનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કેરળના મલપ્પુરમમાં નેરચા નામના તહેવારની ઉજવણી કરવા લોકોની ભીડ જામી હતી. ઉત્સવમાં પાંચ શણગારેલા હાથી લાઈનમાં ઊભા છે. આ દરમિયાન વચ્ચે ઊભેલો પક્કોથ શ્રીકુટ્ટન નામનો એક હાથી ભીડને જોઈને અચાનક રોષે ભરાયો હતો અને આગળ દોડ્યો હતો. આ દરમિયાન ત્યાં ઊભેલી એક વ્યક્તિને સૂંઢથી પકડીને હવામાં ફંગોળી હતી. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
વાસ્તવમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના તિરુરમાં મંદિરના ઉત્સવ દરમિયાન હાથી અચાનક ગુસ્સે થઈ ગયો. ગુસ્સે ભરાયેલા હાથીએ સામે ઊભેલા લોકોની ભીડ પર હુમલો કર્યો, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, નાસભાગમાં કુલ 17 લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
https://x.com/ANI/status/1876887562591068407
મંદિરના ઉત્સવ દરમિયાન ભીડ પર હાથી હુમલો કરતો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તહેવાર દરમિયાન 5 હાથી એક લાઈનમાં ઉભા છે અને તેમની સામે લોકોની ભીડ છે. અચાનક એક હાથી ભીડ પર હુમલો કરે છે, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન, હાથી ભીડમાંથી એક વ્યક્તિને સૂંઢથી પકડીને હવામાં ફંગોળી હતી. હાથીએ સૂંઢમાં પકડેલા યુવકને ચાર વખત હવામાં ફંગોળ્યો હતો અને 10 ફૂટ દૂર ઉછાળીને પટક્યો હતો. પીડિતની હાલત નાજુક છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના તહેવારના છેલ્લા દિવસે મંગળવારે લગભગ 12.30 વાગ્યે બની હતી. મંદિરમાં ગુસ્સે ભરાયેલો હાથી આક્રમક બન્યો અને તેણે ભીડ પર હુમલો કર્યો અને એક વ્યક્તિને સૂંઢથી પકડીને હવામાં ફંગોળી હતી. હાથીના હુમલા બાદ ભાગદોડ મચી જવાને કારણે લોકોને મોટાભાગની ઈજાઓ થઈ છે.