પૂણે પોલીસે 1100 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું
- કેમિકલ કંપનીને ત્યાંથી ઝડપાયો 600 કિલોથી વધુ મેફેડ્રોનનો જથ્થો: ફેકટરી માલિક કસ્ટડીમાં: આંતરરાષ્ટ્રીય રેકેટની શંકા
છેલ્લા બે દિવસથી પુણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડ્રગ્સ વિરુદ્ધ સતત દરોડા પાડી રહી છે. આ ક્રમમાં પુણે ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસમાં દરોડા પાડીને 1100 કરોડની કિંમતનો 600 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને ડ્રગ્સ સામે પોલીસની મોટી સફળતા માનવામાં આવી રહી છે.આટલા મોટા જથ્થાના ડ્રગ્સ જપ્ત થવાના કારણે પોલીસ વિભાગે પણ આંતરરાષ્ટ્રીય દાણચોરોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ કાર્યવાહી અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસમાં 1100 કરોડ રૂૂપિયાની 600 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી છે. પુણે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આજે બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મંગળવારે એક મોટું ઓપરેશન ચલાવીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 550 કિલો મેફેડ્રોન ડ્રગ્સ (ખઉ) જપ્ત કર્યું છે. કુરકુંભ ખઈંઉઈ માં આવેલી કેમિકલ કંપનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અનિલ સાબલે નામના ફેક્ટરીના માલિકને સવારે ડોમ્બિવલીથી કસ્ટડીમાં લીધો હતો.
પુણે (ઙીક્ષય) પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોમવારે મોડી રાત્રે હાથ ધરાયેલા ઓપરેશનમાં 55 કિલો મેફેડ્રોન ડ્રગ્સ (ખઉ) પણ જપ્ત કર્યું હતું. આ પછી, કુરકુંભ ખઈંઉઈમાં એક કેમિકલ કંપની પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટી માત્રામાં ખઉ દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ડ્રગ માફિયા લલિત પાટીલ આ ડ્રગ સ્મગલિંગ કેસ સાથે સંબંધિત છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ત્રણ ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી.