રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાથે ત્રણ સેમિ કન્ડકટર પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ, કહ્યુ-આ ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું પગલું

01:44 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આશરે રૂ. 1.25 લાખ કરોડની ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કર્યો હતો.આમ તો આ ત્રણેય પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે.ત્રણ પૈકી બે પ્રોજેક્ટ ગુજરાતના જ અમદાવાદમાં શરુ થશે. ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાવાળા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR), આસામમાં મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાઓ માટેના પ્રોજેક્ટની શરુઆત થઇ છે.

પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને રાજ્યોમાં આશરે 1.25 લાખ કરોડ રુપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેક્નોલોજી વિકાસ માટે એક મુખ્ય વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે. જે દેશના યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઊભી કરશે.

પીએમ મોદીએ શિલાન્યાસ બાદ કહ્યું કે, આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. ભારત એક અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે તૈયાર છે. ત્રણ પ્લાન્ટ આર્થિક વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું, આજે યુવાનો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભારત પ્રગતિ માટે, આત્મનિર્ભરતા માટે અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં તેની હાજરી માટે સર્વાંગી કાર્ય કરી રહ્યું છે. આ પ્રયાસો તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે અને જ્યાં પણ આત્મવિશ્વાસુ યુવક હોય છે, તે ભાગ્ય બદલી નાખે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, મેડ ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયા ચિપ ભારતને નવા સીમાચિહ્નો હાંસલ કરવામાં મદદ કરશે. વિવિધ કારણોને લીધે, ભારત પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પાછળ રહી ગયું હતું. જો કે, ભારત આત્મવિશ્વાસ સાથે ઇન્ડસ્ટ્રી 4.0 માં અગ્રેસર છે.

વડાપ્રધાને કહ્યુ, ભારત પહેલેથી જ એક ટેક-સ્પેસ, પરમાણુ શક્તિ અને ડિજિટલ શક્તિ છે. આગામી સમયમાં, અમે સેમિકન્ડક્ટર્સ અને સંબંધિત ઉત્પાદનોનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરીશું. ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં પણ વૈશ્વિક શક્તિ બનશે. નિર્ણયો અને નીતિઓ આજનો દિવસ આપણને ભવિષ્યમાં વ્યૂહાત્મક લાભ આપશે. ભારતમાં રોજગારના નવા અવસર ઊભા થશે

Tags :
indiaindia newsPrime Minister Narendra MODIsemi-conductor plants
Advertisement
Next Article
Advertisement