For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રયાગરાજના પીડિતો સ્વખર્ચે મકાન બનાવી શકશે: સુપ્રીમ

06:17 PM Mar 25, 2025 IST | Bhumika
પ્રયાગરાજના પીડિતો સ્વખર્ચે મકાન બનાવી શકશે  સુપ્રીમ

Advertisement

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુલડોઝરની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટ ચોંકી ઉઠી છે. ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર અરજદારોને મકાનો ફરીથી બાંધવાની મંજૂરી આપીને રસ્તો બતાવ્યો નથી, પરંતુ રાજ્ય સરકારને કડક સૂચનાઓ પણ આપી છે. હકીકતમાં, અરજદારો વતી, કોર્ટને કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે જમીનના ભાગને ગેંગસ્ટર અતીક અહેમદની માલિકીનું માનીને મકાનો તોડી પાડ્યા હતા.

અતીકની 2023માં હત્યા કરવામાં આવી હતી. જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આ અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે અરજદારોને પોતાના ખર્ચે તોડી પાડવામાં આવેલા મકાનો ફરીથી બનાવવાની મંજૂરી આપવામાં આવશે. જો કે તેમાં કેટલીક શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે અપીલ નિયત સમયમાં અપીલ અધિકારી સમક્ષ દાખલ કરવાની રહેશે. કોર્ટે કહ્યું કે જો તેમની અપીલ ફગાવી દેવામાં આવશે તો અરજદારોએ પોતાના ખર્ચે મકાનો તોડી પાડવા પડશે.

Advertisement

ખંડપીઠે કહ્યું, અમે એવો આદેશ આપીશું કે તેઓ તેમના પોતાના ખર્ચે ઘરનું પુન:નિર્માણ કરી શકે અને જો અપીલ નકારી કાઢવામાં આવે, તો તેઓએ તેને પોતાના ખર્ચે તોડી પાડવું પડશે, બેન્ચે કહ્યું. આ કેસમાં અરજદાર એડવોકેટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને અન્ય એક વ્યક્તિ હતા.

અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમનો આક્ષેપ એવો હતો કે સત્તાવાળાઓએ શનિવારે મોડી રાત્રે નોટિસ આપી અને બીજા જ દિવસે મકાનો તોડી પાડવામાં આવ્યા. તેને આ કાર્યવાહીને પડકારવાની તક મળી ન હતી. એટર્ની જનરલ આર વેંકટરામાણીએ જણાવ્યું હતું કે અરજદારોને 8 ડિસેમ્બર, 2020 અને ત્યારબાદ જાન્યુઆરી અને માર્ચ 2021માં નોટિસ મળી હતી.

-

Advertisement
Tags :
Advertisement
Advertisement