For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાકિયા ખબર લાયા, 1 સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવા થશે બંધ

01:14 PM Aug 04, 2025 IST | Bhumika
ડાકિયા ખબર લાયા  1 સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવા થશે બંધ

1લી સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટમાં મર્જ કરવામાં આવશે. એટલે કે હવે ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે ફક્ત સ્પીડ પોસ્ટની સુવિધા જ મળશે તેવી જાહેરાત ભારતીય પોસ્ટ વિભાગે કરી છે. પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે આ નિર્ણય પછી પોસ્ટ સર્વિસ ઝડપી અને આધુનિક બનશે.

Advertisement

રજિસ્ટર્ડ પોસ્ટ સેવાની સુવિધા વર્ષ 1854થી શરુ કરાઈ હતી. તેના દ્વારા ગ્રાહકો જરુરી ડોક્યુમેન્ટની સાથે કિંમતી સામાન મોકલી શકતા હતા. જોકે, હવે 1લી સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટલેબલ મળશે નહીં. રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસમાં પ્રુફ ઓફ ડિલીવરી અને રિસીવરની સહીની જરૂૂરિયાત રહેતી હતી, જે હવે સ્પીડ પોસ્ટમાં મળશે.

પોસ્ટ વિભાગના વર્ષ 2011-12ના સત્તાવાર આંકડા મુજબ, પ્રતિ વર્ષ રજિસ્ટર્ડ પોસ્ટની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2011-12માં રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાતી ચીજવસ્તુ(આર્ટિકલ) 24 કરોડથી ઘટીને 2019-20માં 18 કરોડ થઈ ગઈ. 25 ટકાનો ઘટાડો ચોખ્ખો દેખાયો છે. સ્પીડ પોસ્ટ સેવાના દર આ પ્રમાણે રહેશે, જેમાં 50 ગ્રામના પાર્સલ માટે 200 કિ.મીના અંતરથી ઉપર રૂૂ. 35, 200 ગ્રામના પાર્સલ માટે 200થી 1000 કિમી માટે રૂૂ. 40, 1000થી 2000 કિમી સુધી માટે રૂૂ. 60 અને 2000 કિમીથી ઉપર માટે રૂૂ.70 ચાર્જ લાગશે. 201-500 ગ્રામના પાર્સલ માટે 200 કિમીના અંતર સુધી રૂૂ. 50, 1000 કિમી સુધી રૂૂ. 60, 2000 કિમી સુધી રૂૂ. 80 અને 2000 કિમીથી ઉપર માટે રૂૂ. 90 ચાર્જ લાગશે. પ્રતિ 500 ગ્રામ વધવા પર 200 કિમી સુધી રૂૂ.15, 1000 કિમી સુધી રૂૂ.30, 2000 કિમી સુધી રૂૂ.40 અને 2000 કિમીથી ઉપર માટે રૂૂ.50 પોસ્ટ વિભાગ લેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement