રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલકાતા-અમૃતસર ટ્રેનમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ કરવાનું કાવતરું

04:48 PM Sep 12, 2024 IST | admin
Advertisement

યુપીના હરદોઈ સ્ટેશને ટ્રેક પર લટકતા ઓએચઈ વાયર સાથે અથડાયા બાદ લાઈનમાં વિસ્ફોટ થયો

Advertisement

કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ (12357) ઓએચઈ વાયર સાથે અથડાયા બાદ યુપીના હરદોઈમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ટ્રેન બુધવારે સવારે 3.30 વાગ્યે લખનૌથી રવાના થઈ હતી. સવારે પાંચ વાગ્યે ઉમરતલી સ્ટેશનથી પસાર થતાંની સાથે જ તે ટ્રેક પર લટકતા ઓએચઈ વાયર સાથે અથડાઈ હતી. ટ્રેન અથડાયા બાદ લાઈનમાં વિસ્ફોટ સાથે ખામી સર્જાઈ હતી.

આ સમગ્ર ઘટના બુધવારે બની હતી. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેક પર લટકતા ઓએચઈ વાયર સાથે અથડાઈ હતી. પાયલોટે ટ્રેન રોકીને ઉમરાલી અને દેલનગર સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ લખનૌથી આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. લગભગ છ કલાક બાદ ડીઝલ એન્જિનથી દુર્ગિયાના એક્સપ્રેસ શરૂૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજધાની અને વંદે ભારતને અલગ-અલગ રૂૂટ પર મોકલવામાં આવ્યા હતા. આ સાથે લગભગ બે ડઝન ટ્રેનોના રૂૂટ બદલવામાં આવ્યા હતા.

હવે આ સમગ્ર મામલામાં રેલવેને કોઇ મોટું કાવતરું હોવાના સંકેત મળી રહ્યા છે. રેલવેને શંકા છે કે યુપીના હરદોઈમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવે આ મામલે તપાસ કરી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે કોલકાતાથી અમૃતસર જતી દુર્ગાનિયા એક્સપ્રેસ ટ્રેન જે રીતે ઇલેક્ટ્રિક પોલના કેબલ સાથે અથડાઈ તે સામાન્ય રીતે બનતું નથી. તે ટેક્નિકલ ખામી કરતાં કોઈની છેડછાડ જેવી લાગે છે. કારણ કે થોડા સમય પહેલા અન્ય ટ્રેનો પણ ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સ્થિતિ સામાન્ય હતી. હાલમાં રેલવે આ મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

Tags :
indiaindia newskoKolkatakolkatanewsshortcerkit
Advertisement
Next Article
Advertisement