For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિદ્ધપુરની જામા મસ્જિદને રુદ્ર મહાલય જાહેર કરવા કોર્ટમાં અરજી

04:17 PM Jul 10, 2024 IST | admin
સિદ્ધપુરની જામા મસ્જિદને રુદ્ર મહાલય જાહેર કરવા કોર્ટમાં અરજી

10 સદીના સોલંકી યુગમાં ત્યાં રૂદ્ર મહાદેવનું મંદિર હોવાનો દાવો

Advertisement

ઉતર ગુજરાતના સિધ્ધપુરમાં આવેલ જામા મસ્જીદને સોલંકી યુગનું મંદિર ગણીને રૂદ્ર મહેલ તરીકે જાહેર કરવા લોકલ કોર્ટમાં અરજી કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં આ મસ્જીદ ખાતે નમાજ પણ અટકાવવાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ક્ષત્રીય શક્તિપીઠ વિકાસ ટ્રસ્ટના અજયપ્રતાપ સિંઘ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરાયો છે કે આ જગ્યાએ મંદિર હતું તે 10મી સદીમાં સોલંકી કુળ દ્વારા બાંધવામાં આવ્યું હતું.

Advertisement

ઇ.સ.1297માં અલાઉદીન ખીલજીના શાસન દરમ્યાન આ મંદિર પર પહેલો હુમલો થયો હતો અને બાદમાં અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહે 15 સદી નજીક આ મંદિર પર હુમલો કરીને મંદિરનો નાશ કર્યો હતો. બાદમાં આ જગ્યાએ મસ્જીદ ચાલુ કરી દેવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલની જામા મસ્જીદ જુના રૂદ્ર મહાલય મંદિરના ગર્ભગૃહ પર ઉભું કરવામાં આવ્યું છે અને આ આખુ બાંધકામ પ્રાણપ્રતિષ્ઠીત રૂદ્ર મહાલય મંદિર છે.

આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે આ જગ્યાને ફરીથી રૂદ્ર મહેલ તરીકે જાહેર કરવામાં આવે અને ત્યાં રૂદ્ર મહાદેવનું સ્થાન કરીને ફરીથી તેમને કબજો આપવામાં આવે.

ઉપરાંત આ મંદિરની આજુબાજુ થયેલ બાંધકામ પણ દુર કરવામાં આવે. કોર્ટ દ્વારા 29 ઓગસ્ટના રોજ નોટીસ કે સમન્સ આપવા બાબતે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement