રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

'જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…', સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

06:34 PM Nov 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના 'ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના' નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે આજે ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે અમે હિંદુઓ અને મુસ્લિમો તેમજ ઘૂસણખોરોને સસ્તા ગેસ સિલિન્ડર આપીશું.

જનતાને પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે ઘૂસણખોરોની આરતી કરનારા આવા લોકોને ક્યાંય પણ તક મળવી જોઈએ? વોટ મેળવવા માટે તેઓ દેશ તેમજ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે જે રમત રમી રહ્યા છે તેનું આ ઉદાહરણ છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિકસિત ભારતનું સૌથી મહત્વપૂર્ણ વિકાસ એન્જિન બનશે. પનવેલ-રાયગઢનો આ આખો વિસ્તાર દરિયાઈ સંપત્તિથી ભરેલો છે. અમારી સરકાર દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે અને માછીમાર ભાઈ-બહેનો માટે કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનો વિકાસ ભાજપ અને મહાયુતિ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. અમે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. અગાઉની સરકારોએ જે કાર્યોને અશક્ય બનાવી દીધા હતા તે અમે જમીન પર હાંસલ કર્યા છે.

Tags :
BJPCongressindiaindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement