ઓપરેશન સિંદૂરની ચર્ચા માગીને વિપક્ષે પોતાની ફજેતી કરાવી: મોદી
એનડીએ સાંસદોની બેઠકમાં મોદીનું સન્માન, અભિનંદન: પહેલગામ હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ; ભારતીય સેનાના શૌર્યને, પાક.ને બેનકાબ કરવા ગયેલા પ્રતિનિધિ મંડળોની કામગીરીને બિરદાવતા ઠરાવો પસાર કરાયા
સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA સંસદીય દળની આજે બેઠક થઈ છે. આ બેઠક સંસદ ભવનના ઓડિટોરિયમમાં થઈ. જ્યારે પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે NDA સાંસદોએ ‘હર હર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ NDA સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ NDA સંસદીય બેઠકને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરીને મોટી ભૂલ કરી છે, આ ચર્ચામાં વિપક્ષ પોતાની જ ફજેતી કરાવી રહ્યો છે. એવો વિપક્ષ ક્યાં મળે કે જે પોતાના જ પગ પર કુહાડી
મારવામાં માહેર હોય! વિપક્ષ રોજ આવી ચર્ચા કરાવે...આ અમારું ક્ષેત્ર છે અને ભગવાન અમારી સાથે છે.
આ ઉપરાંત NDA સંસદીય પક્ષની બેઠક શરૂૂ થાય તે પહેલાં, પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ સાથે, ભારતીય સેનાનું શૌર્ય અને પાકિસ્તાને ભારત પર કરેલા હુમલાને દુનિયા સમક્ષ લાવવા માટે મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળની બહાદુરી પર એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
NDA સંસદીય પક્ષની બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલા માટે જવાબદાર ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (ઝછઋ)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન (ઋઝઘ) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (જઉૠઝ) જાહેર કરવામાં આવ્યું છે, અને પહલગામ હુમલાની નિંદા કરતો ઇછઈંઈજ સમિટમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે, જે પાકિસ્તાન દ્વારા તેની ધરતી પર ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે ભારતના રાજદ્વારી વલણની જીત દર્શાવે છે.
દેશે તેમનું બાલિશ વર્તન જોઈ લીધું, સુપ્રીમની ફટકાર પણ ખાધી: રાહુલ ગાંધી પર વરસ્યા
એનડીએ સંસદીય દળની બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સીધો હુમલો કર્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી કંઈ પણ કહેતા રહે છે, તેઓ બાલિશ વર્તન કરે છે. તેઓ બાલિશ વર્તન કરે છે. સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો, દેશે તેમની બાલિશ વર્તન જોઈ લીધું છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપેલી સલાહ બાદ આ નિવેદન આવ્યું છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું હતું કે જો તેઓ કોઈ દાવો કરી રહ્યા છે, તો તેમણે તે સંસદમાં કરવો જોઈએ, સોશિયલ મીડિયા પર નહીં. કોર્ટે રાહુલ ગાંધીના ચીન દ્વારા ભારતની જમીન પર કબજો કરવાના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા અને ઠપકો આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આજે આનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.