ઓપરેશન મહાદેવ: નિર્દોષ પાકિસ્તાનીઓનું એન્કાઉન્ટર
પાકિસ્તાની સરકારી એજન્સીઓના દાવા મુજબ ભારત અટકાયત હેઠળ રહેલા તેના નાગરિકોને મારી રહ્યું છે
ભારતીય સેનાએ 98 દિવસ પછી પહેલગામ હુમલાના દોષિત આતંકવાદીઓને શોધી કાઢ્યા છે. સેનાએ સોમવારે ઓપરેશન મહાદેવમાં 22 એપ્રિલે બૈસરન ખીણમાં 26 લોકોની હત્યા કરનાર આતંકવાદી ગેંગના નેતા હાશિમ મુસા ઉર્ફે સુલેમાન શાહને ઠાર માર્યો હતો.
લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સુલેમાન શાહ પાકિસ્તાની સેનાના એલિટ યુનિટ સ્પેશિયલ સર્વિસ ગ્રુપના ભૂતપૂર્વ કમાન્ડો છે. સુલેમાન સપ્ટેમ્બર 2023માં ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. આ ઓપરેશનમાં વધુ બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
ઓપરેશન મહાદેવમાં 3 આતંકવાદીઓના મોત પર પાકિસ્તાન ગુસ્સે છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારતીય એજન્સીઓ અટકાયતમાં રાખેલા પાકિસ્તાનીઓને એન્કાઉન્ટરમાં મારી રહી છે અને તેમને સરહદ પારના આતંકવાદી કહી રહી છે. પાકિસ્તાનની સરકારી એજન્સીઓ આ આતંકવાદીઓને ‘નિર્દોષ’ અને ‘નિર્દોષ પાકિસ્તાની’ કહી રહી છે.
પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડોને તેના અહેવાલમાં પાકિસ્તાની સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, ભારત ઓપરેશન મહાદેવના નામે નકલી એન્કાઉન્ટર કરી રહ્યું છે. અખબારે લખ્યું છે કે, ભારત દ્વારા બળજબરીથી અટકાયતમાં લેવામાં આવેલા નિર્દોષ પાકિસ્તાનીઓને બનાવટી એન્કાઉન્ટરમાં ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે અને તેમને સરહદ પાર આતંકવાદી કહી રહી છે.
પાકિસ્તાન સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ ચૌધરી શરીફે દાવો કર્યો છે કે 723 પાકિસ્તાની નાગરિકો ભારતીય જેલમાં બંધ છે. પરંતુ પાકિસ્તાની સેનાએ એ જણાવ્યું નથી કે આ 723 પાકિસ્તાની નાગરિકો સરહદ પાર કરીને ભારતીય સરહદ સુધી કેવી રીતે પહોંચ્યા.ડોને પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે આ અટકાયત કરાયેલા લોકોને પાકિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપવા માટે દબાણ કરી શકાય છે.
પાક.મીડિયાના ગપગોળા
જીઓ ન્યૂઝે બાલિશ દાવો કર્યો છે કે એન્કાઉન્ટર થિયરીને સાબિત કરવા માટે, ભારતીય એજન્સીઓએ આતંકવાદીઓના ફોટા અને શસ્ત્રો પહેલાથી જ જાહેર કરી દીધા હતા. જીઓના અહેવાલ મુજબ, ઈંજઙછ એ તેની એક બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ 56 પાકિસ્તાનીઓને અટકાયતમાં લીધા છે. પરંતુ પાકિસ્તાને આ પાકિસ્તાનીઓ ભારતીય સરહદમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે મૌન જાળવી રાખ્યું છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ 365 પ્લસે એક અહેવાલમાં કહ્યું છે કે ભારતે હવે ઓપરેશન મહાદેવ શરૂૂ કર્યું છે અને તેના નામે, તે એન્કાઉન્ટરમાં અટકાયતમાં લેવાયેલા પનિર્દોષથ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ ચેનલે કહ્યું છે કે ભારત આ ઓપરેશનને સફળ લશ્કરી કાર્યવાહી તરીકે રજૂ કરી રહ્યું છે.