27 જૂનથી 3 જુલાઇ દરમિયાન યોજાશે અગ્નિવીર માટેની ઓનલાઇન પરીક્ષા
ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી 2025 માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) ની તારીખો જાહેર કરી છે. જો તમે અગ્નિવીર જનરલ ડ્યુટી (GD), ટેકનિકલ, ક્લાર્ક, ટ્રેડ્સમેન અથવા અન્ય પોસ્ટ્સ માટે અરજી કરી છે, તો તૈયાર થઈ જાઓ. દેશભરમાં 27 જૂનથી 3 જુલાઈ 2025 દરમિયાન ઓનલાઈન પરીક્ષાઓ યોજાશે. આ માટેના પ્રવેશ કાર્ડ પણ ટૂંક સમયમાં joinindianarmy.nic.in પર જાહેર કરવામાં આવશે.
ભારતીય સેનાએ અગ્નિવીર CEE 2025 નું સમયપત્રક જાહેર કર્યું છે. આ ઓનલાઈન પરીક્ષાઓ 27 જૂનથી 3 જુલાઈ 2025 દરમિયાન અલગ અલગ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાઓ 27-30 જૂને બનારસમાં યોજાશે. આ ભરતીમાં 25,000 ખાલી જગ્યાઓ હોવાની અપેક્ષા છે, જેમાં જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક/સ્ટોર કીપર, નર્સિંગ આસિસ્ટન્ટ, સિપાહી ફાર્મા, હવાલદાર અને જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે.
ભારતીય સેનાએ CEE 2025 કોમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT) ફોર્મેટમાં યોજવાનું આયોજન કર્યું છે. પરીક્ષાની તારીખો પોસ્ટ અનુસાર બદલાશે. ભારતીય સેનાની પરીક્ષામાં 50 MCQ પૂછવામાં આવે છે. આ પેપર 60 મિનિટનું હશે. તેમાં જનરલ નોલેજ, મેથ્સ, જનરલ સાયન્સ, લોજિકલ રિઝનિંગ વગેરેના પ્રશ્નો પૂછવામાં આવશે. માર્કિંગની વાત કરીએ તો, દરેક પ્રશ્ન માટે +2 ગુણ કાપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે -0.5 ગુણ કાપવામાં આવશે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાશે સવારે 8:30 થી 9:30, સવારે 11:30 થી 12:30 અને બપોરે 2:30 થી 3:30.