રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હવે હું કયારેય નહીં રમું, ક્રિકેટર હનુમા વિહારીના આંધ્રપ્રદેશ એસો. સામે બેફામ આક્ષેપો

01:05 PM Feb 27, 2024 IST | Bhumika
Advertisement

સ્ટાર ક્રિકેટર હનુમા વિહારીએ થોડો સમય પહેલા આંધ્ર ટીમની કેપ્ટનશિપ છોડી હતી. હવે હનુમા વિહારીએ કેપ્ટનપદ કેમ છોડ્યું તેનું કારણ પણ જણાવ્યું છે. હનુમાએ કહ્યું કે- તે ફરી ક્યારે રાજ્ય તરફથી નહીં રમે. રણજી ટ્રોફીની હાલની સીઝનમાં આંધ્રપ્રદેશનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. આંધ્રપ્રદેશને ક્વાર્ટર ફાઈનલમાં મધ્ય પ્રદેશે 4 રનથી હરાવી દીધું છે.

Advertisement

હનુમા વિહારીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- આ પોસ્ટ થકી હું કેટલીક ફેક્ટ સામે રાખવા માંગુ છું. બંગાળ વિરુદ્ધ પહેલી મેચમાં હું કેપ્ટન હતો. તે મેચ દરમિયાન 17માં ખેલાડી પર બૂમો પાડી અને તેણે પોતાના પિતા જેઓ એક રાજનેતા છે તેમણે ફરિયાદ કરી દીધી. જેના બદલામાં તેના પિતાએ એસોસિએશનને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું.

મધ્યપ્રદેશ વિરુદ્ધ ગત વર્ષની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ મેચને યાદ કરતા વિહારીએ કહ્યું કે- તેણે ટીમ માટે પોતાનું શરીર દાંવ પર લગાવી દીધું હતું. જમણા હાથમાં ઈજાને કારણે તેણે તે મેચમાં ડાબા હાથે બેટિંગ કરવા મજબૂર થવું પડ્યું હતું પરંતુ તે આંધ્રને બહાર ન થતા ન અટકાવી શક્યો. છેલ્લાં 7 વર્ષમાં મેં પાંચ વખત આંધ્રને નોકઆઉટમાં જગ્યા અપાવી અને ભારત માટે 16 ટેસ્ટ રમ્યો.

30 વર્ષના વિહારીએ કહ્યું કે- દુખદ વાત એ છે કે એસોસિએશનનું માનવું છે કે તે જે પણ કહે ખેલાડીને તે સાંભળવું પડશે અને ખેલાડી તેમના કારણે જ ત્યાં છે. મેં નિર્ણય કર્યો છે કે હું આંધ્ર તરફથી ક્યારેય નહીં રમું જ્યાં મેં મારું આત્મ સન્માન ગુમાવી દીધું છે. હું ટીમને પ્રેમ કરું છું, જે રીતે અમે દરેક સત્રમાં પ્રગતિ કરતા હતા તે મને પસંદ છે, પરંતુ સંઘ નથી ઈચ્છતું કે અમે આગળ વધીએ.

ભારત તરફથી 16 ટેસ્ટ રમનાર મીડલ ઓર્ડર બેટ્સમેન વિહારીએ સત્રની શરુઆત આંધ્રના કેપ્ટન તરીકે કરી હતી, પરંતુ ગત વર્ષની ઉપવિજેતા બંગાળ વિરુદ્ધ પહેલી મેચ બાદ તેણે પદ છોડી દીધું. રિકી ભુઇએ સત્રની અન્ય મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું અને તે 902 રનની સાથે હાલના સત્રમાં સૌથી સફળ બેટ્સમેન છે.

 

Tags :
cricketcricket newsindiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement