For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ મળશે ઓસ્કાર એવોર્ડ, કેટેગરી ઉમેરાઇ

02:00 PM Feb 23, 2024 IST | Bhumika
હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ મળશે ઓસ્કાર એવોર્ડ  કેટેગરી ઉમેરાઇ

ઓસ્કાર એવોર્ડને સિનેમાની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે. આગામી મહિને 96માં એકેડેમી એવોર્ડ્સ યોજાવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા ઓસ્કાર એવોર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ‘96માં એકેડેમી એવોર્ડ્સ’ પહેલા એકેડમીએ ઓસ્કાર એવોર્ડ્સમાં એક નવી કેટેગરીને ઉમેરી છે. આ કેટેગરી કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની તક મળવાની છે.

Advertisement

કાસ્ટિંગ ડિરેક્ટર્સ ફિલ્મ અથવા ટીવી સિરિયલોના કેરેક્ટરને જીવંત કરવા માટે સ્ટાર્સની શોધ કરે છે. તેઓને પ્રોડક્શન કંપની દ્વારા એક્ટર્સને રોલ સાથે મેચ કરવા માટે રાખવામાં આવે છે. કાસ્ટિંગ ડાયરેક્ટર્સ સ્ક્રિપ્ટ વાંચે છે અને નિર્માતાઓ અને દિગ્દર્શકો સાથે મુલાકાત કરીને તેઓ કેવા પ્રકારની વ્યક્તિ શોધી રહ્યા છે તેનો ખ્યાલ મેળવે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર કલાકારોની પસંદગી કરે છે. દરેક ભૂમિકા માટે તે કલાકારોનું ઓડિશન લે છે અને તેમને પસંદ કર્યા પછી કલાકારોના નામ ડિરેક્ટરને મોકલે છે.

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના બોર્ડ ઓફ ગવર્નર્સે પોતે જ માહિતી આપી છે કે, કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે એક નવી કેટેગરી બનાવવામાં આવી છે. હવે 2025માં રિલીઝ થનારી ફિલ્મોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. 98માં એકેડેમી એવોર્ડ્સ’થી આ એવોર્ડ માટે દાવેદારી નોંધાવામાં આવશે. અત્યાર સુધી ઓસ્કારમાં કુલ 23 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા હતા. કાસ્ટિંગ ડિરેક્ટર્સ કેટેગરી શરૂ થયા બાદ હવે 24 કેટેગરી થશે.
આ વર્ષે ઓસ્કાર એવોર્ડ 10 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે. તેના નામાંકન જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે નોમિનેશનમાં ‘ઓપનહેઇમર’, ‘બાર્બી’ અને ‘પૂઅર થિંગ્સ’નો દબદબો છે. તમને જણાવી દઈએ કે આ વખતે ‘ઓપનહેમર’ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. આ મુવીને કુલ 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્યારે બાર્બીને 8 કેટેગરીમાં અને પુઅર થિંગ્સને 11 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement