સુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહાર
ઉપરાષ્ટ્રપતિએ ફરી એકવાર ન્યાયતંત્રીની ટીકા કરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણની પ્રસ્તાવનાના અર્થઘટનમાં અસંગતતા પર સવાલ ઉઠાવ્યા. જગદીપ ધનખરે કહ્યું, એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી (ગોલકનાથ કેસ) અને બીજા કિસ્સામાં કહ્યું કે તે બંધારણનો ભાગ છે (કેશવાનંદ ભારતી). ગોલકનાથ કેસમાં સંસદ કલમ 368 હેઠળના મૂળભૂત અધિકારોમાં સુધારો કે નાબૂદ કરી શકતી નથી, કારણ કે મૂળભૂત અધિકારો બંધારણનો અભિન્ન ભાગ છે. મતલબ કે સંસદને મૂળભૂત અધિકારો પર કાપ મૂકવાનો અધિકાર નથી.
કેશવાનંદ ભારતી કેસમાં, સુપ્રીમ કોર્ટની 13 જજની બંધારણીય બેન્ચે 7:6 ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે સંસદ કલમ 368 હેઠળ બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરી શકે છે, પરંતુ તે બંધારણના મૂળભૂત માળખાને નષ્ટ કરી શકે નહીં.
દેશમાં ઇમરજન્સીનો ઉલ્લેખ કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે 25 જૂન 1975 એ આપણા લોકતંત્ર માટે કાળો દિવસ હતો. આ દિવસે દેશની સર્વોચ્ચ અદાલતે 9 હાઈકોર્ટની સલાહને અવગણી હતી.
તેમણે કહ્યું કે બંધારણને લઈને કોઈ શંકા ન હોવી જોઈએ. કેવું હશે બંધારણ? આ અંગેનો અંતિમ નિર્ણય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ લેવામાં આવશે અને તેમની ઉપર કોઈ સત્તા રહેશે નહીં. આનાથી ઉપર કોઈ સત્તા હશે નહીં. સંસદ સર્વોચ્ચ છે.
તેમણે કહ્યું કે આપણું લોકતંત્ર સહભાગી છે. ડો. આંબેડકર માનતા હતા કે સ્વતંત્રતા માટે જવાબદારીઓની જરૂૂર છે. તેમણે કહ્યું કે મૂળભૂત ફરજો મૂળભૂત રીતે બંધારણમાં નથી. તેથી 42મા બંધારણીય સુધારા દ્વારા અમે કલમ 51અ દાખલ કરી.