બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર
બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી કે ચૂંટણી પંચના નિર્દેશો છતાં રાજકીય પક્ષો પોતાનો વાંધો નોંધાવવા આવ્યા નથી. કમિશને કોર્ટને જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષે કોઈ વાંધો નોંધાવ્યો નથી, જ્યારે 2.63 લાખ નવા મતદારોએ અરજી કરી હતી. ચૂંટણી પંચની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું, પએવું લાગે છે કે મતદારો રાજકીય પક્ષો કરતાં વધુ જાગૃત છે. અદાલતે 12 પક્ષોને પક્ષકાર બનાવી જવાબ માગ્યો છે કે મતદાર યાદીના મુસદામાં સુધારા માટે તમે શું કર્યું? આ કેસની વધુ સુનાવણી 8 સપ્ટેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોના વલણ પર કડક ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે તેઓ રાજકીય પક્ષોના વર્તનથી આશ્ચર્યચકિત છે અને પૂછ્યું કે કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે આટલું અંતર કેમ છે. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે પક્ષો પાસે આટલી મોટી સંખ્યામાં બૂથ લેવલ એજન્ટ (BLA) છે, ત્યારે તેઓ શું કરી રહ્યા છે. ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, જો રાજકીય પક્ષો વધુ જવાબદાર હોત, તો આજે પરિસ્થિતિ વધુ સારી હોત.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સૂર્યકાંતે ચૂંટણી પંચને પૂછ્યું, 12 રજિસ્ટર્ડ રાજકીય પક્ષોમાંથી, આ બાબતે કેટલા પક્ષો સુપ્રીમ કોર્ટમાં આવ્યા છે?થ ચૂંટણી પંચે જવાબ આપ્યો, કોઇ નહીં. ચૂંટણી પંચ (ઊઈ) એ રાજકીય પક્ષોના વલણ પર સવાલ ઉઠાવ્યા કે કોઈ પક્ષ વાંધો લઈને આવ્યો નથી. પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચને જણાવ્યું હતું કે મતદાર યાદી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવનારા પક્ષોએ અત્યાર સુધી એક પણ લેખિત વાંધો દાખલ કર્યો નથી.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સૂર્યકાંતે રાજકીય પક્ષોને કડક સ્વરમાં ઠપકો આપ્યો.
તેમણે પૂછ્યું, પ1 ઓગસ્ટથી SIR (સ્પેશિયલ ઇન્ટિગ્રિટી રિવ્યૂ) ડ્રાફ્ટ યાદીમાં સુધારો કરવા માટે રાજકીય પક્ષોએ શું કર્યું છે? તેમણે કહ્યું, જો રાજકીય પક્ષો વધુ જવાબદાર હોત અને તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી હોત, તો આજે પરિસ્થિતિ ઘણી સારી હોત.